Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ટોલનાકા પરથી વિદેશી દારૂના કુલ 6,96,200 જથ્થા સાથે બે ઈસમની ધરપકડ કરી.

Share

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસને બાતમી હકીકત મળી હતી કે કરજણ ટોલનાકા પરથી ભરૂચથી વડોદરા તરફ વિદેશી દારૂનો જથ્થો ભરી ટાટા કંપનીનો ટેમ્પો જઇ રહ્યો છે.

જે બાતમીના આધારે એલસીબીની ટીમે કરજણના ભરથાણા ટોલનાકા પરથી ટેમ્પો નંબર GJ 04 X 5253 ને ઉભો રાખી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ પેટી ૮૪ જેમાં બોટલ નંગ 3588 જેની કુલ કિંમત રૂ 3.91.200 તથા ટેમ્પો કિંમત રૂપિયા ૩ લાખ તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂ. 5000 મળી કુલ કિંમત 6,96,200 ના મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મુદ્દામાલ મોકલનાર અને મંગાવનારની તપાસ હાથ ધરવામાં આવી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા પંચાયત મથકે માંગરોળ તાલુકા પંચાયતની સામાન્યસભા યોજાઈ.

ProudOfGujarat

છીંકતી વખતે આંખો કેમ બંધ થાય છે? તમારા શરીર સાથે જોડાયેલા આ અનોખા રહસ્ય તમે નહીં જાણતા હોય.

ProudOfGujarat

ભરૂચ રેલવે ગોદી વિસ્તારમાં ગટરકાંસમાંથી માનવ કંકાલ મળતાં તર્કવિતર્ક : મૃતક કાંસમાં કેવી રીતે પડ્યો? હત્યા, આત્મહત્યા કે અકસ્માત સહિતના મુદ્દે રેલવે પોલીસની તપાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!