Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના પાલેજમાં વાતાવરણમાં પલટો : કમોસમી વરસાદ વરસતા ખેડૂતો વિમાસણમાં મુકાયા…

Share

પાલેજ નગરમાં ભર શિયાળે અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. ગુરુવારે બપોરે નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોની ફોજ આકાશમાં ચડી આવી હતી. જોતજોતામાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું.

હાલ શિયાળાની ઋતુ નો પ્રારંભ થયો હોય ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ વિમાસણમાં મુકાઇ ગયા છે. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. લગભગ અડધો કલાક સુધી વરસાદ વરસતા નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. વરસાદને પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવા પામી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કલાકો દરમિયાન થયેલ મતદાનની ટકાવારી આંકડા મુજબ, જુઓ કેટલી થઈ ?

ProudOfGujarat

ભરૂચ એસ.પી.ની બદલી થતાં વિદાય સમારંભ સાથે નવા એસ.પી.નો આવકાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયતને સેનેટાઇઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!