Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ધી પાલેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે કાર્યરત સેવાભાવી ધી પાલેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા માતા બહેનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલેજ નગરના લીમડા શેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સતત ૧૧ વર્ષથી કાર્યરત સેવાભાવી ધી પાલેજ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી કાર્યો વિશે ગ્રામ પંચાયતના ઉપસરપંચ સલીમ વકીલ દ્વારા હાજરજનોને રસપ્રદ માહિતી પુરી પાડી હતી. ત્યારબાદ હાજર વિધવા માતા, બહેનોને વિવિધ ઘર વપરાશની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હાજર વિધવા માતા, બહેનોને ભોજન કરાવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આયોજિત વિતરણ કાર્યક્રમમાં વિધવા માતા, બહેનો હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

આંતરરાષ્ટ્રીય વીડ કોન્ફરન્સમાં કૃષિ મહાવિદ્યાલયના ભરૂચના કૃષિ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો.

ProudOfGujarat

વલસાડમાં દરિયાદેવ તિથલબિચ પર પારડીના માછીમારોએ સાગર પૂજન કર્યુ

ProudOfGujarat

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સુરત, વલસાડ, દાદરાનગર હવેલી ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ પડશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!