Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ચોરી : તસ્કરો સી.સી.ટી.વી. માં કેદ.

Share

ભરૂચ શહેરમાં ઠંડીના ચમકારા વચ્ચે તસ્કરોનો આતંક વધી રહ્યો છે, ખાસ કરી શહેરી વિસ્તારોમાં તસ્કરોએ ચોરીઓની ઘટનાને બિન્દાસ અંદાજમાં અંજામ આપવાનું શરૂ કર્યું હોય તેમ એક બાદ એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જેમાં કેટલીક ઘટનાઓમાં તો તસ્કરોને સીસીટીવી કેમેરાનો પણ ભય ન રહ્યો હોય તેમ દુકાનોને તોડી પ્રવેશ કરી કેમેરા તોડવા સાથે ચોરીઓની ઘટનાને અંજામ આપવાનું ચાલી રહી છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહંમદપુરા પાસેના નનુંમિયા નાળા ખાતેના ભંગારના ગોડાઉનમાં રીક્ષા ભરીને આવેલ અજાણ્યા ૩ થી ૪ જેટલા તસ્કરોએ ગોડાઉનનું શટર તોડી અંદર પ્રવેશ કરી હજારોની રોકડ સહિતની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં મામલે ભારે ખળભળાટ મચ્યો છે.

ગોડાઉનનું શટર તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ પ્રથમ તમામ સીસીટીવી કેમેરાને તોડી નાખ્યા હતા અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, મહત્વની બાબત એ છે કે જે સ્થળે ચોરીની ઘટનાને તસ્કરો એ અંજામ આપ્યો હતો તેનાથી નજીકના જ સ્થળે બી ડિવિઝન પોલીસ મથક આવેલું છે અને પોલીસ સ્ટેશનના નજીકના જ સ્થળે બિન્દાસ અંદાજમાં ચોરીની ઘટનાને અંજામ આપી જાણે કે તસ્કરોએ પોલીસ સામે પણ પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

Share

Related posts

૭૫ લાખના કથિત તોડ મામલે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ : સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

નડિયાદ : કપડવંજમા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની જગ્યાઓ પર તપાસ હાથ ધરાઇ

ProudOfGujarat

અંકલેશ્વરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભારત આત્મનિર્ભર ભારત હેઠળ પદયાત્રા યોજાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!