Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાહન ચોરી તથા મોબાઇલ સ્નેચિંગના ગુનાઓમાં એક રીઢા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એ ડિવિઝન પોલીસ.

Share

ભરૂચ નગરમાં વિવિધ વિસ્તારોમાં થયેલ મોટરસાયકલ ઉઠાંતરી અને મોબાઈલ સ્નેચીંગના બનાવો અંગે ભરૂચ સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા એક આરોપીની અટક કરી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે.

આ અંગે વિગતે જોતા ગત તા.૦૬/૦૧/ ૨૦૨૨ ના રોજ ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપરના હોન્ડા શો – રૂમની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ પેશન પ્લસ મો.સા. તથા નીલકંઠનગરના મકાન નંબર, ૮૧ ની બહાર પાર્ક કરેલ પેશન પ્રો મો.સા.ની ચોરી થઈ હતી તેમજ શ્રવણ ચોકડીથી મઢૂલી સર્કલ વચ્ચે આવેલા એ.પી. પેટ્રોલ પંપ પાસે રાહદારીના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી એક ગઠિયો ફરાર થઈ ગયો હતો. વાહન ચોરી તથા મોબાઇલ સ્નેચિંગના બનાવ બાબતે ભરૂચ શહેર “ એ ” ડી.વી. પો.સ્ટે ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતાં. તાજેતરમાં આવા બનાવો બનવાનું પ્રમાણ વધવા પામેલ હોય, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી આવા વાહન ચોરી તથા મોબાઇલ સ્નેચિંગના બનાવો બાબતેના ગુનાઓનો ભેદ ઉકેલવા સુચનાઓ મળતા પો.ઇન્સ. એ.કે.ભરવાડના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના માણસોએ ગુનાઓ અંગે તપાસ કરતા ભરૂચ શહેરમા લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા તેમજ રાજ્ય સરકારના પ્રોજેક્ટ ઇ ગુજકોપ અંતર્ગત આપેલ પોકેટ કોપ મોબાઇલ ” નો ઉપયોગ કરી હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે આ ગુનાઓમા સંડોવાયેલ એક રીઢા ગુનેગારને પકડી ઉપરોક્ત ત્રણેય ગુનાઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાય ધરેલ છે. પકડાયેલ આરોપીની વિગત જોતા આરોપી સુનિલ રાજુભાઇ વાધરી રહે. મોફેસર જીન કંપાઉન્ડ, ઇન્દીરાનગર ઝુપડપટ્ટી, ભરૂચને ઝડપી પડાયો હતો જેથી ત્રણ ગુનાના ભેદ ખુલ્યા હતાં. જયારે કબ્જે કરેલ મુદ્દમાલમાં પેશન પ્લસ મોટર સાયકલ કી.રૂ .૧૨,૦૦૦ /-, પેશન પ્રો મોટર સાઇકલ કી.રૂ .૨૫,૦૦૦ /-, વીવો કંપનીનો મોબાઇલ કીં.રૂ.૧૦,૦૦૦ /- મળી કુલ કી.રૂ .૪૭,૦૦૦ /- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જણાયું છે ભરૂચ સીટી પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

બોટાદ-બરવાળાના રેફડા ગામે 16 વર્ષની કિશોરી પર પશુ ડોકટરે આચર્યું દુષ્કર્મ…..

ProudOfGujarat

વડોદરાનાં મહાકાલ નગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 9 જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

લીંબડી બાર એસોસીએશન અને સમસ્ત વણીક કાનુની માર્ગદર્શન શિબિર અને આંખનો નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!