Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમોદ તાલુકાના કોઠી વાતરસા ગ્રામ પંચાયતનો એકતા પેનલે ચાર્જ સંભાળ્યો.

Share

ગત ડિસેમ્બર ૨૦૨૧ માં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પરિણામ જાહેર થતાં વિજેતા બનેલા પેનલોને ગ્રામ પંચાયત કાર્યભાર સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

જે અંતર્ગત આમોદ તાલુકાના કોઠી વાતરસા ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા બનેલી એકતા પેનલને તારીખ ૧૮/૦૧/૨૦૨૨ ને મંગળવારના રોજ ગ્રામ આમોદ નાયબ મામલતદાર સંજયભાઈ ખત્રી તથા તલાટી કમમંત્રી જનક પ્રજાપતિની ઉપસ્થિતિમાં સરપંચ તરીકે હલીમાબેન ઉસ્માન કાજીને પદભાર ગ્રહણ કર્યો હતો. જ્યારે ડેપ્યુટી સરપંચ તરીકે હાફેજી સલીમ આદમ મહેતાજીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચૂંટાયેલી પાંખને કાર્યભાર સોંપ્યા બાદ સમર્થકો દ્વારા સરપંચ,ઉપસરપંચનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામના ગ્રામજનોએ વીજ સબ સ્ટેશન માટે ગૌચરની જમીન આપવનો ઠરાવ રદ કરવા કલેકટરને કરી રજૂઆત

ProudOfGujarat

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં પૂરના પગલે એક યુવાનનું મોત નીપજ્યું.

ProudOfGujarat

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પોલીસ સતર્ક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!