Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પાલેજમાંથી ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.

Share

ભરૂચ જિલ્લાના પાલેજમાંથી રીક્ષામાં માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો લઈ જતા બે ઇસમોને 30 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા હતા.

ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તેના માટે એસ.ઓ.જી પોલીસ પાલેજ વિસ્તારમાં ગઇકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા હોટલ સીટી પોઇન્ટની બાજુના રોડ ઉપર જહાંગીર પાર્ક સોસાયટી ખાતેથી એક ઓટો રીક્ષા નં. GJ – 01 – TB – 0396 માં બે યુવાનો આવતાં જોઈ તેમને કોર્ડન કરી રોકી રીક્ષાની ઝડતી તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજાનો 30 કીલો 650 ગ્રામ જથ્થો જેની કિંમત રૂ. 3,06,500/- તથા બંન્નેની અંગઝડતીમાં 2 મોબાઇલ, રીક્ષા મળી કુલ રૂ. 4,02,000/- નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

Advertisement

ગાંજા સાથે પકડાયેલા આરોપી (1) અસીમ ઐયુબ સિંધી અને (2) ભરત શંકર માછીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નાવેદખાન નાશીરખાન પઠાણને વોન્ટેડ જાહેર કરાયો હતો.


Share

Related posts

ભરૂચ તાલુકા ના ભુવા ગામ ના પાટિયા પાસે દહેજ ની કંપની માંથી નોકરી કરી પરત આવતા ઈશમ ને લૂંટી જાન થી મારી નાખવાની ધમકી આપનાર ઇશ્મો ને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા

ProudOfGujarat

તળાવમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત

ProudOfGujarat

એક તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ ગામમાં પડેલો કચરો આજે પણ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતામાં નિષ્ફળ ગઈ હોય તેવું બતાવી રહ્યું છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!