Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં ભોલાવ ખાતે સેટેલાઇટ બસ સ્ટેશનનું કરાયું ખાતમુહૂર્ત.

Share

ભરૂચમાં છેલ્લા 4 વર્ષથી 90 કરોડના ખર્ચે 4 મંજલી એરપોર્ટ જેવી સુવિધાસભર આધુનિક સેન્ટ્રલ બસ સ્ટેશન નિર્માણ પામી રહ્યું છે જેને લઈ ભરૂચનું એસ.ટી બસ સ્ટેશન જુના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ભોલાવ વિભાગીય એસ.ટી. કચેરી ખાતે ખસેડાયું છે. બીજી તરફ ગોલ્ડનબ્રિજને સમાંતર ₹400 કરોડ ઉપરાંતના ખર્ચે ફોરલેન નર્મદા મૈયાબ્રિજ શરૂ થઈ જતા અમદાવાદ, વડોદરા અને સુરત તરફથી આવતી તમામ એસ.ટી. બસો અહીંથી દોડી રહી છે.

GSRTC અને રાજ્ય સરકારને નર્મદા મૈયા બ્રિજ બની જતા NH 48 ઉપર ભરવા પડતા ટોલ ટેક્ષમાંથી મુક્તિ મળી ગઈ છે. તમામ એસ.ટી બસ જુના NH 8 પરથી પસાર થતી હોય આ આંતરરાજ્ય એસ.ટી.બસોને ભોલાવ બસ સ્ટેશનમાં અંદર અને બહાર નીકળવાની જગ્યા નહિ હોવાથી બસો બહાર જ ઉભી રાખવી પડે છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા ભરૂચ ભોલાવ બસ સ્ટેશનને સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવા નક્કી કરાયું હતું. ₹450 લાખના ખર્ચે ભરૂચ સેટેલાઇટ બસ સ્ટેશનનું શુક્રવારે મંત્રી પૂર્ણૅશ મોદીએ ભૂમિપૂજન કર્યું હતું. આ બસ સ્ટેશનમાં 12 પ્લેટફોર્મ હશે. RCC ફ્રેમમાં નિર્માણ પામનાર ગ્રાઉન્ડ પલ્સ વન બસ સ્ટેશનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

આ પ્રસંગે લોકસભાના સાંસદ મનસુખ વસાવા, રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ, વિભાગીય નિયામક સી ડી મહાજન, એસ.ટી વિભાગના યુનિયનના આગેવાનો સહિત મહનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ નગરપાલિકા અને શ્રી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી DAY NULM યોજના અંતર્ગત હેર સ્ટાઇલ કોર્સના પ્રમાણપત્રનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ડૉ. સાગરને, જેમણે સુપરહિટ પોલિટિકલ ડ્રામા, મહારાણી સીઝન 2 માટે આકર્ષક ગીતો લખ્યા છે, અને સૂર રોહિત શર્મા દ્વારા રચવામાં આવ્યા.

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં પી.એમ મોદીનાં સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું..?!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!