Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ દહેજની બેન્ઝોકેમ કંપનીના પ્લાન્ટમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ..!!

Share

રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા એક સપ્તાહ માં અનેક સ્થળે આગ લાગવાના બનાવો બની રહ્યા છે જેમાં વધુ એક ઘટના દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આજે બની હતી.

દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બેન્ઝોકેમ કંપનીના પ્લાન્ટમાં આજે સવારના સમયે પ્લાન્ટમાં સીડી સપ્લાય પાઈપ લાઇન ઉપર પડતા લીકેજના કારણે આગ લાગી હતી, જોકે ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ના લશ્કરો એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જોકે સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મહત્વની બાબત છે કે ઉનાળાની શરૂઆત સાથે જ આગ લાગવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે મુખ્યત્વે જીઆઇડીસી વિસ્તારોમાં આવેલી કંપનીઓએ સાવચેતી રાખવાની તાતી જરૂર જણાય છે જેથી કોઈ મોટી દુર્ઘટનાને ટાળી શકાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગુજરાત માલધારી સેનાએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં દિપાવલી એકાદશી નિમિત્તે સત્ય નારાયણની કથા પૂજા યોજાઇ.

ProudOfGujarat

વાગરા:આદિવાસી સમાજ વાગરા તાલુકા ના માછીમારો એ વિવિધ માંગો ને લઇ ને ભરૂચ જિલ્લા ડીસ્ટ્રીક મેજિસ્ટ્રેટ અને ભરૂચ જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!