Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશન નજીક માલગાડી નીચે પડતું મૂકી એક યુવકે આત્મહત્યા કરી..

Share

ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન નજીક રેલવે ફાટક બી. ૧૯૭ પાસે કોઠી વાતરસા ગામના યુવાને માલગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સવારે ૬.૦૦ વાગ્યાના અરસામાં પાલેજ રેલવે સ્ટેશન ડાઉન ટ્રેક પરથી પસાર થતી માલગાડી નીચે રાહુલ હીરાભાઈ પરમાર (૨૭) રહે. કોઠી વાતરસા નાઓએ કોઈ અગમ્ય કારણોસર માલગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના એ. એસ. આઈ. વસંત ભાઇએ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી મૃતક રાહુલના મૃતદેહને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

કંગના રનૌત ની ‘ધાકડ’ બની સૌથી મોંઘી મહિલા કેન્દ્રિત ફિલ્મ

ProudOfGujarat

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ત્રણ વર્ષથી દવાખાનુ ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો

ProudOfGujarat

આંકોટ ( વાગરા ) માં તા. ૦૭ ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!