Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ટંકારીયા ગામની સીમમાં આવેલા બકરા ફાર્મમાંથી ૧૫ બકરાઓની ચોરી થતા પશુપાલકોમાં ફફડાટ…

Share

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામની સીમમાં આવેલા એક બકરા ફાર્મમાંથી ૧૫ બકરા કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી પલાયન થઇ જતા પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારીયા ગામના રહીશ પરવેઝ ફિરોઝ ભાઇ ભૂતા કે જેઓ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરવેઝ ભાઇ ટંકારીયા ગામની સીમમાં બકરા ફાર્મ અને પોલ્ટ્રી ફાર્મ ધરાવે છે. તેઓના ફાર્મ પર મજૂરી કામ કરતા શ્રમિકો હોળી પર્વ નિમિત્તે તેઓના વતન મધ્યપ્રદેશ જવા ગત તારીખ ૧૨ મી માર્ચના રોજ રવાના થયા હતા અને પરવેઝભાઇ તેઓના પોલ્ટ્રી ફાર્મ પર અવારનવાર ચેક કરવા જતા આવતા હતા. પરવેઝભાઇ ગત તારીખ ૧૩ મી માર્ચના રોજ રાત્રીના દોઢ કલાકે પોલ્ટ્રી ફાર્મ પર ગયા હતા ત્યારે ૧૫ બકરા સહી સલામત નજરે પડયા હતા. જ્યારે તેઓ ૧૩ મી માર્ચના રોજ સવારે ૬.૪૫ કલાકે તેઓના પોલ્ટ્રી ફાર્મ પર જઈ તપાસ કરતા ૧૫ બકરા નજરે ન પડતા પરવેઝભાઈના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. પરવેઝભાઈને પોતાના બકરા ચોરી થઈ હોવાની શંકા જતા તેઓએ પાલેજ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહી કરવા અરજ કરી છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

રાજપીપળા : ટી.વાય બી.કોમમાં અભ્યાસ કરતા આશાસ્પદ યુવાન વિદ્યાર્થીનું નામ ઓનલાઇન રિઝલ્ટમાં પણ નહીં આવતાં યુવકે કેનાલમાં ભૂસકો મારી આત્મહત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

ભરૂચ RTOની સતર્કતા : અકસ્માતગ્રસ્તને ‘ગોલ્ડન અવર’માં મદદ, ટ્રાફિક વ્યવસ્થા સુધારી

ProudOfGujarat

અંજારના વીડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લોખંડની પ્લેટો ચોરી જનાર સાત શખ્સો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!