Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નેશનલ હાઇવે નં.48 પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ.

Share

ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક આરોપીને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી વિગતો અનુસાર ભરૂચ શહેરમાં પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષક એમ.એચ ભરાડા દ્વારા તથા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવેલ જે દરમિયાન ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે સમયે બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભરૂચથી વડોદરા જતા સર્વિસ રોડ પર એક શખ્સ દ્વારા વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવનાર હોય આ બાતમીના આધારે સી ડિવિઝન પોલીસ દ્વારા નેશનલ હાઇવે નંબર 48 ઉપર બ્રિજના છેડે સર્વિસ રોડ પર ચેકિંગ કરવામાં આવતા રવિશંકર રામક્રીપાલ શુકલા હાલ રહે.પાંડેસરા પોલીસ કોલોની પાસે, ગણપત નગર સુરત શહેર મુળ રહે.ઉમરી બુજુર્ગ થાના જઠવારા તા.કુંડાજી.પ્રતાપગઢ (યુ.પી) નો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 72 કિંમત રૂપિયા 26,880 મળી કુલ રૂપિયા 27,380/- ના મુદ્દામાલ સાથે સી ડિવિઝન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં જુની બોમ્બે માર્કેટમાં સાડીની દુકાનમાં ભીષણ આગ લાગતાં દોડધામ, લાખોના માલને નુકસાન

ProudOfGujarat

સીરત કપૂરે તેની આગામી ફિલ્મ દિલ રાજુના સેટ પરથી એક તસવીર શેર કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પોલીસ મથકની હદમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!