Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવી મહિલાઓને સાડી વિતરણ કરાઇ.

Share

ભરૂચ ખાતે કાર્યરત સામાજિક સેવાકીય સંસ્થા ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયટિશ્યન સંધ્યા મિશ્રાના સહયોગથી ગરીબ તેમજ શ્રમજીવી મહિલાઓને સાડીનું વિતરણ કરાયું હતું.

હોળી નિમિત્તે ગરીબ અને શ્રમજીવી મહિલાઓને પણ તહેવારનો આનંદ માણવા મળે તે હેતુસર ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડાયેટીશ્યન સંધ્યા મિશ્રાએ સંયુક્ત ઉપક્રમે ગરીબ તેમજ શ્રમજીવી મહિલાઓને સાડીનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં મહિલાઓએ લીધો હતો. આ પ્રસંગે સંધ્યા મિશ્રાએ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટની સેવાઓને બિરદાવી હતી. ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડાએ પણ સહયોગ બદલ સંધ્યા મિશ્રા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે ૪૦ વર્ષીય યુવકે ટ્રેન સામે આવી આપઘાત કરતા ચકચાર…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પાણેથા પંથકમાં ઓવરલોડ રેતી ભરેલા વાહનોનો ત્રાસ.

ProudOfGujarat

ભરૂચ બાર એસોસિએશનમાં પ્રથમવાર પ્રમુખની ચૂંટણીમાં પડેલ ટાઈ : બંને પ્રમુખો કાર્યરત રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!