Proud of Gujarat
FeaturedGujaratINDIA

બેરોજગારીના પ્રશ્ને પદયાત્રા કરનાર યુવક મનોજ વ્યાસ પાલેજ પહોંચતા મારવાડી સમાજ દ્વારા સ્વાગત કરાયું.

Share

રાજસ્થાનમાં યુવાનોને રોજગારી મળે એ શુભહેતુ સાથે ગંગાપુરથી મનોજ વ્યાસ નામના યુવાને પદયાત્રા યોજી છે. તેઓ દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળીને રજુઆત કરશે. ગુજરાતમાં મનોજ નામનો યુવાન આવી પહોંચ્યા બાદ તેઓનું મોડાસા, લુણાવાડા, ગોધરા, હાલોલ, વડોદરા, કરજણ ખાતે મારવાડી સમાજના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવી પહોંચેલા મનોજ વ્યાસનું પાલેજ ખાતે રહેતા મારવાડી સમાજના લોકોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.

મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે કે હું મુકેશ અંબાણીનો એક વિડીયો નિહાળી તેઓથી પ્રભાવિત થયો હતો. મનોજ ઘણા સમયથી મુકેશ અંબાણીનો ફેન હોવાનું પણ જણાવ્યું હતું. મનોજ વ્યાસનો મુખ્ય ઉદ્દેશ રાજસ્થાનમાં મુકેશ અંબાણી પોતાનો કોઈ પ્લાન્ટ સ્થાપિત કરી રાજસ્થાનના યુવાનોને રોજગારી મળે એ મનોજ વ્યાસનો મુખ્ય હેતુ હોવાનું તેઓએ જણાવ્યું હતું. મનોજ વ્યાસને પૂર્ણ આશા છે કે મુકેશ અંબાણી મારી વાત ધ્યાન પર લેશે. પાલેજ ખાતે આવી પહોંચેલા મનોજ વ્યાસનું મારવાડી સમાજના પપ્પુ ચૌધરી, મુકેશ ગુજ્જર, સાવર મલ દેવા સિંહ તેમજ મદનલાલ જાટે ફૂલહારથી સ્વાગત કર્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

વટારિયા સુગરની વાર્ષિક સભામાં વધુ ઉત્પાદન લેનાર સભાસદોનું સન્માન કરાયું

ProudOfGujarat

આ બેંકના એકાઉન્ટ ધારકો માટે જરૂરી સમાચાર, રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના આંગણે પ્રકૃતિ અને સંસ્કૃતિનો ઉત્સવ “કેવડિયા કાર્નિવલ”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!