Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેન્ટીંગ અભિયાનની શરૂઆત..!!

Share

ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે તે પહેલાં વિવિધ રાજકીય પક્ષો એ હવે ધીમેધીમે પોતાના પક્ષને મજબૂત કરવાના પ્રયત્ન શરૂ કરી દીધા છે,પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામો અંગે પ્રજા સુધી પહોંચવા માટે હવે નેતાઓએ કમર કસી છે, ત્યારે ભાજપ દ્વારા પણ વર્તમાન સરકારની કામગીરીને લોકો સુધી પહોંચાડવા માટે હવે પેન્ટીંગ અભિયાન શરૂ કર્યું છે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવેલ વોલ પેન્ટીંગ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચના શીતલ સર્કલ વિસ્તારમાં બ્રિજ નીચે આવેલ વોલ પર પેન્ટીંગ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ શાસનમાં થયેલ કામોની ઝાંખી વોલ પર પેન્ટીંગ કરી દર્શાવવામાં આવી હતી, જેમાં એક વોટ ભાજપને, રામ મંદિરનું ભવ્ય નિર્માણ સહિત ભાજપના ચિન્હ કમળને પેઇન્ટિંગના માધ્યમથી લોકો વચ્ચે દર્શવવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ અટોદરીયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત ભાઇ પટેલ તેમજ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

દયાદરા પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવાનો વિડીયો વાયરલ

ProudOfGujarat

વડોદરા રેલવે સ્ટેશનનું 15 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું.

ProudOfGujarat

વન્યજીવોની સુરક્ષા અને સલામતી માટે સદૈવ તત્પર વડોદરાનું વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!