Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પોલીસે આટખોલ ખાતે ચાલતા જુગારધામ પર રેડ કરી ૫ જુગારીઓને ઝડપી પાડયા.

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પોલીસકર્મીઓ પેટ્રોલિંગમા હતા દરમિયાન બાતમી મળેલ કે આટખોલ ગામે હનુમાન ફળીયામાં આવેલ સુનિલ રામસીંગ વસાવા રહેણાંક મકાનની પાછળ આવેલ ખુલ્લા વાડામાં આટકોલ ગામનો વિનોદ પ્રતાપ વસાવાના ગામના અને બીજા ગામનાં લોકોને ભેગા કરી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમીનાં આધારે નેત્રંગ પી.એસ.આઈ એન.જી. પાંચાણી તેમજ સ્ટાફ ઉપરોક્ત જગ્યાએ પંચો સાથે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ -૦૫ જુગારીઓ પકડાઈ ગયા જ્યારે એક ફરાર થયો હતો. પકડાયેલા પાંચેય જુગારીઓની અંગઝડતીના રોકડા રૂપિયા ૪૬૮૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૬૫૯૦/- મળી રોકડા રૂપીયા ૧૧,૨૭૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૦૧ કુલ કિં.રૂ.૫૦૦૦/- તથા મો.સા.નંગ.૧ કીં.રૂ .૩૫,૦૦૦/- સહીત મળી કુલ રૂપીયા ૫૧,૨૭૦/- ના મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

અગ્નિ તાંડવ : અંકલેશ્વર GIDC ની કાકડીયા કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા દોડધામ

ProudOfGujarat

વાગરાના લુવારા ખાતે અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વાલિયા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો આરોપી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!