Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જીવનથી કંટાળી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવાનને રેસ્ક્યુ કરી બહાર કઢાયો..!!

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના ભારતી ટોકીઝ પાસે આવેલ ભીડભંજન વિસ્તારમાં રહેતા રવિ બાબુલાલ શાહ ઉ.વ ૨૮ નાઓએ ગત રાત્રીના સમયે ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ ખાતે જઈ તેના પરિવારજનોને મોબાઈલ મારફતે વીડિયો કોલ કરી પોતે આત્મહત્યા કરવા જઇ રહ્યો હોવાનું જણાવી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.

નર્મદા નદીમાં કુદેલ રવિ નદીમાં પાણી ઓછા હોવાના કારણે તે ડૂબ્યો ન હતો, જોકે ઘટના અંગેની જાણ સ્થાનિક સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી, બોરભાઠા બેટના ટીના પટેલ સહિતના સ્થાનિક યુવાનોને થતા તેઓએ તાત્કાલિક નદીમાં નાવડું મોકલી ડૂબતા રવિને ટોચ લાઈટની મદદથી રેસ્ક્યુ કરી ઘટના અંગે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા નદીની બહાર કઢાયેલ રવિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ખાતે જાયન્‍ટ ગૃપ ઓફ ભરૂચ અને સ્‍વીપ અંતર્ગત મતદાન જાગૃતિ અંગે શેરી નાટક યોજાયું…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ગુમાનપુરા ગામે જમવાનું બનાવવાની વાતે પતિએ પત્નીને કુહાડી મારી.

ProudOfGujarat

ઝઘડિયા બીટીપી અગ્રણીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બસ સેવા ચાલુ કરવા રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!