Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલતુ કૂતરી (ડોલી) દેશી કુતરા પાછળ દોડતા મામલો બીચક્યો, વાલિયાના પણસોલી ખાતે એક યુવક પર ત્રણ ઇસમોનો હુમલો..!!

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પણસોલી ગામ ખાતેના લીમડા ફળિયામાં રહેતા નરેન્દ્ર સિંહ રામસિંહ સુણવા નાઓનો છોકરો પુંજન સિંહ તેઓની પાલતુ કુતરી (ડોલી)ને લઈ ઘર ની બાહર ફરવા માટે નીકળ્યો હતો,તે જ દરમિયાન ફળિયામાં દેશી કૂતરા એ ડોલી ને જોઈ મહેન્દ્રસિંહ બળવતસિંહ ના ઘર તરફ દોડ મુકતા પુંજન સિંહ ના હાથમાંથી ડોલી છૂટી જતા તે દેશી કૂતરા તરફ દોડતા મહેન્દ્રસિંહ એ પુંજન સિંહને ગમ્મેતેમ ગાળ બોલી હતી.

જે બાદ પુંજન સિંહ પોતાના ઘરે જતા મહેન્દ્રસિંહ તેના ઘરે જઈ તમારી કુતરી ને કેમ છૂટી રાખો છો , ઘરમાં રાખવાની અમારા છોકરા પાછળ દોડેલી તેમ કહી ગમ્મે તેમ ગાળ બોલતા પુંજન સિંહ ના પિતા નરેન્દ્રસિંહ એ ગાળ શા માટે બોલો છો તેમ કહેતા મહેન્દ્રસિંહ એ ઉશ્કેરાઈ જઇ નરેન્દ્રસિંહના શર્ટ ની ફેંટ પકડી તેઓને રસ્તા ઉપર લઈ જઈ પગ ના ભાગે પકડ વડે અને અન્ય બે ઈસમોએ લાકડા વડે અને ઢીકા પાટુ નો માર મારી નરેન્દ્રસિંહ ને ઇજાઓ પહોંચાડતા તેઓને સારવાર અર્થે વાલિયા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા,

Advertisement

ઘટના અંગે નરેન્દ્રસિંહ રામસિંહ સુણવા નાઓએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મહેન્દ્રસિંહ બળવંત સિંહ સુરતીયા, નટવરસિંહ રામસિંહ સાંગરોટ,દિગ્વિજય સિંહ નટવરસિંહ સાંગરોટ નાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હારૂન પટેલ


Share

Related posts

ભાજપ-કોંગ્રેસમાં ભરતી મેળો : વાગરા વિધાનસભા ક્ષેત્રના ૩૦૦ જેટલા લઘુમતી નવયુવાનો એ ભાજપનો ખેસ ધારણ કર્યો તો ૧૦૦ થી વધુ કાર્યકરો એ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ બ્લેક પિંક અને કાઈલી જેનરની મમ્મીને પછાડી, ઈન્સ્ટાગ્રામ પર 47.5 મિલિયન ફોલોઅર્સ.

ProudOfGujarat

ભરૂચ ઉમરાજ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાંથી જુગારધામ ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે 11 ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!