Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચના લિંક રોડ પર ખુલ્લી ગટરમાં ગાય પડી જતા રેસક્યુ કરી બહાર કઢાઈ.

Share

ભરૂચના શક્તિનાથ લિંક રોડ પર ખુલ્લી ગટરમાં ગાય પડી જતા ગાયને ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. અવારનવાર ખુલ્લી ગટરોમાં ગાય પડી જવાના કિસ્સા બહાર આવી રહ્યા છે તેમ છતાં નગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો દ્વારા ખુલ્લી ગટરો કે કાંસને બંધ કરવાની કામગીરી કરવામાં આવતી નથી. આજે સવારે શક્તિનાથના લિંક રોડ પર અચાનક જ ખુલ્લી ગટરમાં ગાય પડી જતા ફાયરબ્રિગેડ અને કામધેનુ ગૌ રક્ષા સમિતિના જવાનોએ ગાયનું રેસક્યુ કરી ગાયને સહી-સલામત બહાર કાઢી હતી.

આ તકે કામધેનુ ગૌ રક્ષા સમિતિના કાર્યકરે જણાવ્યું છે કે માલધારીઓ પોતાના પશુઓને ઘરે રાખે રોડ પર ન છોડે જેથી આ પ્રકારના અકસ્માતો થતાં ટાળી શકાય. પશુ માલિકો દ્વારા ઢોરને આ રીતે ખુલ્લા મુકવામાં આવશે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 1995 માં ભારતમાં પહેલીવાર પોલીયોની રસી મુકાઇ

ProudOfGujarat

ભરૂચ ના શાલીમાર રોડ પર આવેલ પેટ્રોલ પંપ પાસે મારૂતિ વાન માં ભીષણ આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી…..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નવા ૬ કોરોના પોઝિટીવ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા ૨૬૯ થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!