Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભરૂચને એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સરકારશ્રીની આરોગ્યની સુવિધાઓમાં મદદરૂપ થવા ગ્રામ વિકાસ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી રમેશભાઇ કાસોન્દ્રા દ્વારા છેવાડાના ગ્રામજનોને આરોગ્ય માટેની તાત્કાલિક સેવાઓ મળી રહે એ માટે રૂ.૧૮ લાખની કિંમતની એમ્બ્યુલન્સ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત- ભરૂચને અર્પણ કરવા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીને ચાવી અર્પણ કરવામાં આવી હતી.

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીને એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલ. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, આગેવાન પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ ગ્રામ વિકાસ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી છેવાડાના ગ્રામજનોની આરોગ્યની સુવિધાઓ માટે એમ્બ્યુલન્સ ધણી ઉપયોગી નિવડશે તેમ જણાવ્યું હતું.

ગ્રામ વિકાસ ટ્રસ્ટ- ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લામાં મહિલાઓ અને બાળકોના શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, કોવિડ, રીલીફ જેવી અનેકવિધ પ્રવૃતિઓ સામાજિક ઉત્થાન માટે વર્ષ-૨૦૦૧ થી કાર્યરત છે તેમ સ્થાપક ટ્રસ્ટી રમેશભાઇએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

આર.ટી.ઓ કચેરી ખાતે કર્મચારી ઓની લાલયાવાડી

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટની ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમાઈ.

ProudOfGujarat

સુરત યોગી ચોક ખાતેની તુલશી દર્શન સોસાયટી ખાતે કારમાં લાગી આગ-ધટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ કાબુમાં લીધી-કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!