Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : પાલેજ પોલીસ મથક ખાતે પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબારમાં હાજરી આપી.

Share

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. આયોજિત વાર્ષિક ઇન્સ્પેશનમાં પાલેજ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત પાલેજ પોલીસ મથકના તાબા હેઠળ આવરી લેવાયેલા ૧૩ ગામોના સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ પાલેજ ખાતે આવી પહોંચ્યા બાદ KPC ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરેડ યોજાઈ હતી. જ્યાં તેઓએ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી. આર. વાઘેલા સહિત પોલીસ કર્મીઓની સલામી ઝીલી હતી.

ડૉ. લીના પાટીલનું ઉપસ્થિત ગ્રામ પંચાયતોના સરપંચોએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ નગરજનોની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો. જેમાં વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચાઓ થઇ હતી. ડૉ.લીના પાટીલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેશન સાથે સાથે લોક દરબાર યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ લોકો સાથે ઓળખ થાય તેમજ જે કોઈ લોક પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવવાના હેતુસર લોક દરબાર આયોજિત કરવામાં આવ્યો હતો. સાથે સાથે કોઈપણ લોક પ્રશ્નો બાબતે તેઓએ લોકોને બેધડક પોલીસનો સંપર્ક કરવા તેઓએ જણાવ્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીની કેન્દ્ર સરકારની ટીમે મુલાકાત લીધી.

ProudOfGujarat

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષાના પહેલા જ દિવસે છબરડો

ProudOfGujarat

અંક્લેશ્વર આમલાખાડીમાં ભળેલું પ્રદુષિત પાણી ઉમરવાડા સુધી પહોંચ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!