Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મુહમ્મદ પયગમ્બર સાહેબની શાનમાં વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ટંકારીઆ સજ્જડ બંધ.

Share

મુહમ્મદ પયગમ્બર સાહેબની શાનમાં વિવાદાસ્પદ નિવેદન કરનાર નુપુર શર્મા તેમજ નવીન જિંદાલ સામે સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં મુસ્લિમ સમાજ દ્વારા વિવાદસ્પદ નિવેદન આપનાર નૂપુર શર્મા તેમજ નવીન જિંદાલ સામે કડક કાર્યવાહી કરવા માગ ઉઠવા પામી છે. જેના વિરોધમાં શુક્રવારના રોજ ટંકારીઆ ગામના ગ્રામજનોએ ઇસ્લામના મહાન પયગંબર હઝરત મહમ્મદ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરનાર નૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ આક્રોશ ઠાલવી બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો.

હાલ વિશ્વ સહીત સમગ્ર દેશભરમાં પયગંબર સાહેબના ગુસ્તાખીઓ વિરુદ્ધ વિરોધ વંટોળ ફૂંકાયો છે. ત્યારે હવે વિરોધની આગ શહેરોના સીમાડાઓ ઓળંગી ગામડાઓ સુધી પ્રસરી રહી છે. ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે પણ ગ્રામજનો તેમજ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી નબીની શાનમાં વાણી વિલાસ કરનારાઓનો વિરોધ નોંધાવવા સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. સાથે જ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિષે બફાટ કરી મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનારા નુપુર શર્મા તેમજ નવીન જિંદાલ સામે સખતમાં સખત પ્રકારની કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી. વારંવાર નબીની શાનમાં ગુસ્તાખી કરી મજાક કરનારાઓ સામે સરકાર દ્વારા કાયદો ઘડી ને આવા દૃષ્ટ તત્વો સામે લગામ કસવામાં આવે તેવી લાગણી પણ ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્યની રજૂઆત બાદ ઝઘડિયા સરસાડ એસટી રૂટ ભાવપુરા સુધી લંબાવાયો.

ProudOfGujarat

ભરૂચના એક પાર્ટી પ્લોટ પાસે યુવતિને બળજબરીથી પકડી રાખનારા યુવાન સામે ફરિયાદ

ProudOfGujarat

ઉમરા વિસ્તારમાં રહેતા પ્રોપર્ટી બ્રોકરના ત્યાંથી સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ મળી સત્તર લાખની મત્તા પર હાથફેરો કરનાર ઘરઘાટી મહિલાની ઉમરા પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!