Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નંદેલાવ ફ્લાયઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થતાં ત્રણ વાહનોને નુકસાન.

Share

ભરૂચમાં 22 વર્ષ પહેલાં બનલો નંદેલાવ ઓવરબ્રિજનો આજે એક તરફનો ભાગ બપોરે ધડાકાભેર તૂટી પડ્યો હતો. સદનસીબે બ્રિજ નીચે કોઈ નહિ હોવાથી મોટી હોનારત ટળી ગઈ હતી.

ભરૂચમાં GNFC રેલવે ફાટક ઉપર દહેજ બાયપાસ રોડ ઉપર પ્રથમ રેલવે ફ્લાયઓવર બન્યો હતો. જેને લઈ રેલવે ફાટક બંધ થતાં પશ્ચિમ અને પૂર્વ ભરૂચમાં જવા આવવા ભારે સુગમતા થઈ ગઈ હતી. આશરે 22 વર્ષ પહેલાં બનેલો નંદેલાવ ROB છેલ્લા કેટલાક સમયથી જોખમી અને જર્જરીત બન્યો હતો. બ્રિજની ઉપરની રોડ સરફેસ ઉપર સળિયા પણ બહાર નીકળી જવા છતાં જેની સાર સંભાળની જવાબદારી આર એન્ડ બી ની હતી તેના દ્વારા સમારકામ હાથ ન ધરાતા બ્રિજ ગમે ત્યારે મોટી હોનારત સર્જે તેવી સ્થિતિ બની રહી હતી. બ્રિજના પાયા પણ હલી જવાની હાલત સાથે એક તરફથી ઝુકવા લાગ્યા હતા. જેને ટેકો આપી થોડા વર્ષો પહેલા મજબૂતી અપાઈ હતી. જે બાદ ટ્રાફિકનું ભારણ દહેજ તરફ અને સિટીમાં વાહનોની સંખ્યા વધતા જુના નંદેલાવ બ્રિજની બાજુમાં નવો 2 લેન બ્રિજ બનવવામાં આવ્યો હતો.

આજે મંગળવારે બપોરના સુમારે જુના નંદેલાવ બ્રિજનો ભરૂચ તરફનો નીચેનો મસમોટો સ્લેબ ધડામ તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી. નંદેલાવ રેલવે ઓવરબ્રિજ નર્મદા ચોકડી, એબીસી સર્કલથી શ્રવણ ચોકડી, જંબુસર ચોકડી અને દહેજ સાથે વાહનો સીધા અવરજવર કરી શકે તે માટે નિર્માણ કરાયો હતો. સાથે રેલવે ફાટક ઉપર લોકોના વેડફાતા કલકોને ધ્યાનમાં લઈ નિર્માણ કરાયું હતું. બ્રિજના નિર્માણ બાદ તેના ઉપર ટોલ ટેક્સમાં લાદી દેવાયો હતો. જે વર્ષો સુધી મુદત પૂરી થઈ ગયા બાદ પણ અમલી રહ્યો હતો. બ્રિજનો મસમોટો RCC નો સ્લેબ તૂટી પડતા નીચે રહેલી 2 બાઇક, એક એક્ટિવા અને બે લારીઓને ભારે નુકશાન થયું હતું. જોકે બપોરના સમયે કોઈ ઉભું કે બેઠું ન હોય મોટી ઘટના ટળી ગઈ હતી.

ઘટનાની જાણ થતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, SDM, અન્ય પોલીસ અધિકારી, સરકારી અધિકારી, ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. વાહનચાલકો અને લોકોની ભારે ભીડનો બ્રિજ નજીક નીચે જમાવડો થઈ ગયો હતો. સલામતીના કારણો સર જૂનો જર્જરિત દુર્ઘટના ગ્રસ્ત બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવાની હિલચાલ તંત્ર એ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયામાં ગ્રામ પંચાયતોની ચુંટણીમાં તીવ્ર રસાકસીના વર્તાતા એંધાણ.

ProudOfGujarat

આમોદમાં કોરોના દર્દી બાદ ફરી એક વખત સેનિટાઇઝેશન કરવામાં આવ્યું.

ProudOfGujarat

સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરનારાની સંપૂર્ણ વિગત જમા કરાવવા સુરત પોલીસનો આદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!