Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકાના દોરા ગામની પ્રાથમિક શાળામાં આઝાદ યુથ કાઉન્સિલ તરફથી શિક્ષણ કીટ વિતરણ કરાઈ.

Share

આમોદ તાલુકાની દોરા પ્રાથમિક શાળામાં આજ રોજ સવારે શાળાના બાળકોને વડોદરાની સંસ્થા તરફથી શિક્ષણ કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શાળાના બાળકો, શિક્ષકગણ તેમજ ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. દોરા પ્રાથમિક શાળામાં વડોદરાની આઝાદ યુથ કાઉન્સિલ સંસ્થાના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા શાળામાં ધોરણ ૧ થી ૮ માં ભણતાં ગરીબ બાળકોને ૨૫૦ થી વધુ શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દફતર, ચોપડા, કંપાસ, વોટર બોટલ સહિતની વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને શિક્ષણ કીટ મળતા આનંદવિભોર બની ગયા હતાં. શાળા આચાર્ય હરિસિંહ રાજ તેમજ ગામના ડેપ્યુટી સરપંચ તરફથી આઝાદ યુથ કાઉન્સિલના દિલીપસિંહ ગોહિલ બાપુ તથા રોનકભાઈ ચૌહાણનું ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

માંગરોળ : પરમહંસ સુખાનંદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકલનાં પ્રમુખ પદે રમેશ ચૌધરીની વરણી થઈ.

ProudOfGujarat

રાજપીપળા ટાઉન વિસ્તારમાં જુગાર રમતા પાંચ જુગારીઓને એલ.સી.બી નર્મદા પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

લીંબડી વિધાનસભા બેઠક પર ત્રણેય તા.પં ભાજપે કબજે કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!