Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લાનાં સુલતાનપુરા ગામનો ગરૂડેશ્વર તાલુકામાં સમાવેશ કરાયો.

Share

સરકારશનાં મહેસૂલ વિભાગનાં જાહેરનામા ક્રમાંક તા.૧૮-૦૨-૨૦૧૪ થી નર્મદા જિલ્લામાં આવેલ નાંદોદ તાલુકાનું વિભાજન કરી, નવા ગરૂડેશ્વર તાલુકા ( મુખ્યમથક : ગરૂડેશ્વર) ની રચના કરવામાં આવેલ છે.

જેમાં સુલતાનપુરા ગામનો સમાવેશ ગરૂડેશ્વર તાલુકાનાં કાર્યક્ષેત્રમાં થતો હોવા છતાં, ઉક્ત જાહેરનામાની યાદીમાં મોજે સુલતાનપુરા ગામનો સમાવેશ થયેલ ન હતો. જેનાં કારણે મોજે સુલતાનપુરાનાં ગ્રામજનોને જમીન અંગેનાં તથા અન્ય સરકારી કામકાજમાં મુશ્કેલી પડતી હોવાથી, મોજે સુલતાનપુરા ગામનો ગરૂડેશ્વર તાલુકાનાં ગામોની યાદીમાં સમાવેશ થાય તે માટે ગ્રામજનો તરફથી અવારનવાર નર્મદા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

સુલતાનપુરા ગામનાં ગ્રામજનોની રજૂઆતનાં પગલે જરૂરી સુધારો કરવા નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા સરકારનાં મહેસૂલ વિભાગને દરખાસ્ત કરવામાં આવી હતી, જે અન્વયે સરકારનાં મહેસૂલ વિભાગ, ગાંધીનગરનાં જાહેરનામાં થી ગરૂડેશ્વર તાલુકાની રચના અંગેનાં જાહેરનામામાં સુધારો કરી, ગરૂડેશ્વર તાલુકાનાં ગામોની યાદીમાં મોજે સુલતાનપુરાનો સમાવેશ કરવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત સુધારાના કારણે હવે મોજે સુલતાનપુરાનાં ગ્રામજનોને ઈ-ધરા સબંધી અરજીઓ તથા કામગીરીની સુવિધા ગરુડેશ્વર તાલુકા ખાતે ઉપલબ્ધ થશે તેમજ ગ્રામજનોને ઉક્ત કામગીરી માટે નાંદોદ તાલુકાનાં મુખ્ય મથક રાજપીપલા સુધી જવું નહીં પડે, તેમજણાવાયું છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભારતમાં પીઈ ઇન્વેસ્ટમેન્ટ્સ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યાઃ ઇક્વિરસનો રિપોર્ટ

ProudOfGujarat

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લરનાં કોર્સનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ઝઘડિયા : વરસાદી પાણીની ઓથમાં વરસાદી કાંસમાં પ્રદુષિત પાણી છોડતા એકમો પર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ લાલ આંખ કરશે ખરુ?!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!