Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

Share

ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ અગ્રણી નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. વિગતો અનુસાર ખોડલધામ ટ્રસ્ટ અને સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૧ મીના રોજ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સરદાર પટેલ ભવન ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ઘણા દર્દીઓને લોહીની જરુર પડતી હોય છે, અને કોઇવાર દર્દીને લોહી ન મળી શકતા મુશ્કેલીમાં મુકાવાનો વારો પણ અાવતો હોય છે. ત્યારે જન્મદિનની ઉજવણી રક્તદાન કેમ્પ યોજીને કરવામાં આવેતો તે એક ઉમદા કાર્ય ગણાય. ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી નરેશભાઇ પટેલના જન્મદિનને રક્તદાન શિબિરથી યાદગાર બનાવવા સંસ્થાના કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. આયોજકો દ્વારા વિવિધ રક્તદાતાઓને શિબિરમાં રક્તદાન કરવા આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ટપોરીઓ ચેતી જજો, વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર-ઠેર ગરબા ગ્રાઉન્ડ ખાતે શી – ટીમ તૈનાત કરાઇ.

ProudOfGujarat

ઝઘડિયાન‍ા વીજ સબ સ્ટેશનમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા ૨૦ જેટલા ગામોનો વીજ પુરવઠો ખોરવાયો

ProudOfGujarat

સ્ક્વોડ ગોલ્સ! કૃષ્ણા શ્રોફ અને તેની “છોરિયાં ચલી ગાંવ” બહેનો સાબિત કરે છે કે રિયાલિટી ટીવી શો પણ સાચી મિત્રતા તરફ દોરી શકે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!