Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનો આ છે વિકાસ…ગંદકી વચ્ચેથી પસાર થઈ શિક્ષણ લેવા બાળકો મજબુર બન્યા..!!

Share

ભરૂચ નગરપાલિકા વિભાગમાં વિવિધ ૧૧ વોર્ડ આવેલા છે, તમામ વોર્ડમાં રોજ મ રોજ સમસ્યાઓની ભરમાર સામે આવતી હોય છે. હાઉસ ટેક્સ, સફાઈ વેરો, લાઈટ વેરો ઉઘરાવવા માટે પાલિકા દ્વારા અવારનવાર અપીલો કરવામાં આવે છે અને ભરૂચ શહેરના ભોળા નાગરિકો પણ અપીલોનું માન રાખી પાલિકા કચેરી ખાતે કલાકો લાઈનોમાં ઉભા રહીને પણ તમામ પ્રકારના વેરા ભરી દેતા હોય છે, પરંતુ નાગરિકોને બદલામાં શુ મળી રહ્યું છે તેના જીવતા જાગતા પુરાવા પાલિકાના મુખ્ય અધિકારી કે ગાડી પર રહેલું સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યોએ પણ શહેરમાં ફરી વાસ્તવિકતાના દર્શન કરવા ખૂબ જરૂરી બન્યા છે.

વરસાદી માહોલ બાદ તો જાણે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, મુખ્ય માર્ગોથી લઇ અંતરિયાળ અનેક એવા વિસ્તારોમાં આજે પણ આ સમસ્યાનો સામનો લોકો રાબેતા મુજબ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચના વોર્ડ નંબર ૭ વિસ્તારમાં રોટરી કલબની પાછળના ભાગે શાળા એ શિક્ષણ લેવા જતા નાના ભૂલકાઓને પણ હવે તંત્રની ઢીલાશનો ભોગ બનવો પડી રહ્યો અને શિક્ષણ મેળવવા માટે ગંદકીમાંથી દિવસે બે-ત્રણ વાર પસાર થવાનો વારો આવ્યો છે.

Advertisement

આરોગ્ય ખાતા તરફથી અવારનવાર જાહેરાતો અને અપીલ કરવામાં આવે છે કે વરસાદી માહોલ બાદ સંગ્રહ થઇ ખાબોચીયામાં ભરાઈ રહેતા પાણીના કારણે રોગચારો ફાટી નીકળવાની શક્યતાઓ હોય છે ત્યારે શહેરની આ શાળા પાસે તો વરસાદી અને ગટરનું મિશ્રણ વાળુ પાણી જાહેર માર્ગો ઉપર છે અને એ જ પાણી વચ્ચેથી પસાર થઇ બાળકો શિક્ષણ મેળવવા મજબુર બન્યા છે સાથે જ મહત્વની બાબત એ છે કે શાળાની દીવાલની સાથે જ આ ગંદુ પાણી ભરાયેલું નજરે પડે છે તો અહીંયા સવાલ એ થાય છે કે આ નાના ભૂલકાઓના સ્વાસ્થ્યને જો કોઈ અસર થશે અને રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોની તે તમામ બાબતો રોટરી કલબ પાછળથી આવેલા આ દ્રશ્યો બાદથી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

આમોદથી બસ મારફતે 65 શ્રમિકોને ભરૂચ મોકલાયા.

ProudOfGujarat

નેત્રંગના ભેંસખેતર ગામે મહિલા બાઇક ઉપરથી પડતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

ProudOfGujarat

નવાગામ ખાતેની જયરામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!