Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ઝાડેશ્વર ચોકડી નજીકથી વાહનચોરીના રીઢા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડી નજીકથી એક્ટિવા મોપેડ સાથે રીઢા ચોરને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. ગઇકાલે તા.22-7-22 ના રોજ ભરૂચ એલ.સી.બી પોલીસ ઝાડેશ્વર ચોકડી ખાતે નેશનલ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે ભરૂચથી અંકલેશ્વર તરફ જતાં એક ઈસમ શંકાસ્પદ હાલતમાં એક્ટિવા મોપેડ સાથે જણાઈ આવેલ. મળેલ બાતમીના આધારે તપાસ કરતાં જૂના નેશનલ હાઇવે ઉપરથી શંકાસ્પદ એક્ટિવા મો.સાયકલ સાથે એક ઈસમને ઝડપી તેના કબ્જામાંથી મળેલ મોપેડ નં.GJ-16-BM-3034 ના આર.ટી.ઓ ના કાગળો તેમજ આધારપુરાવા માંગતા રજૂ કરેલ નહીં. જેથી પોકેટ કોપ મોબાઈલથી ખાત્રી કરતાં એક્ટિવા ચોરી કરેલ હોવાનું માલૂમ પડતાં મોટરસાયકલની ચોરી બાબતે ભરૂચ સી ડિવિઝન પો.સ્ટે માં ગુનો રજીસ્ટર થયાનું ખાત્રી કરી એક્ટિવા કબ્જે કરી આરોપી મુકેશ ઉર્ફે ભાગો રમણ વસાવા રહે. ફાટાતળાવ, વૈરાગીવાડ, ભરૂચની અટક કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ઉમલ્લાની શાળાના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પુસ્તિકાઓનું કરાયું વિતરણ.

ProudOfGujarat

ડોકટર દિવસ નિમિત્તે ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર સંસ્થા દ્વારા અંકલેશ્વરના ડોક્ટર શ્રી ઓનું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કાટીપાડા ગામે શ્રીમતી એમ.એમ ભકત હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓનો એન.એસ.એસ નો કેમ્પ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!