Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દ્રોપદી મુર્મૂ રાષ્ટ્રપતિ પદે જીત મેળવતા વિજય રેલી યોજાઇ.

Share

દ્રૌપદી મુર્મુએ દેશના પહેલાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવાનો ઈતિહાસ રચ્યો છે. એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ૧૫ મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને હરાવીને ખૂબ જ મોટા અંતરથી વિજય મેળવ્યો છે. દ્રૌપદી મુર્મુએ ૬૪ ટકાથી વધુ મત મેળવીને ઈતિહાસ રચ્યો છે. અનુસૂચિત જાતિ દ્વારા આજરોજ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ફટાકડા ફોડી એકબીજાનું મોઢું કરાવી વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિજય રેલી પાંચબત્તીથી નીકળી સ્ટેશન સ્થિત આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી રેલીની સમાપન કરવામાં આવ્યુ હતું.

આ વિજય રેલીમાં રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના સભ્ય ધર્મેશ મિસ્ત્રી, પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, દક્ષાબેન પટેલ, પ્રકાશભાઈ મોદી, રાજેન્દ્રભાઈ સુતરીયા, હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ – સગીરાને માતાએ ઠપકો આપતાં ઘર છોડી જતાં કોસંબા સ્ટેશન પર જતી રહેલી સગીરાને પોતાના ઘરે લાવી વારંવાર બાળાત્કાર ગુજારનાર આરોપીને 10 વર્ષ કાળાવાસની સખ્ત સજા તેમજ 3 લાખ નો દંડ ચૂકવવાનો આદેશ કરતી ભરૂચ એડિશનલ ડી. સેશન કોર્ટ

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

અંજારના વીડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લોખંડની પ્લેટો ચોરી જનાર સાત શખ્સો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!