Proud of Gujarat
FeaturedGujaratINDIA

ત્રિરંગમાં ભળી આત્મિયતા, ત્રિરંગા યાત્રા પર્વ પર ભરૂચની આત્મિય શાળાએ રચી અદભુત કૃતિ.

Share

ભારત આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસને લઈને પણ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સ્વતંત્રતા દિવસને ખાસ બનાવવા માટે સરકાર ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન ચલાવી રહી છે.

હર ઘર ત્રિરંગા’ અભિયાન સાથે લોકોને જોડવાની કવાયત તેજ થઈ ગઈ છે. તિરંગો ખરીદવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકારનું માનવું છે કે આ અભિયાનથી તિરંગા સાથે નાગરિકોનો સંબંધ વધુ મજબૂત થશે. લોકોમાં દેશભક્તિની લાગણી વધુ વધશે. સરકાર દ્વારા ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન હેઠળ તમામ લોકોને 13 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરો અથવા સંસ્થાઓ પર તિરંગો ફરકાવવાની અપીલ કરવામાં આવી છે. આ ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનમાં શાળાઓ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત આજરોજ આત્મીય ગ્રીન સ્કુલ ઝાડેશ્વર ખાતે શાળાના તમામ વિધાર્થીઓને શાળા તરફથી ત્રિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્ર ધ્વજ સાથે 75 ના આકની કૃતિ રચવામાં આવી હતી. ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારુતીસંહ અટોદરીયાની અધ્યક્ષતામાં શાળાના વિદ્યાર્થીઓને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણન કાર્યક્રમમાં શાળાના મેનેજીંગ ડાયરેક્ટર પ્રવીણ કાછડિયા અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો હતો.

શાળાએ દરેક વિદ્યાર્થીને પોતાના ઘરે 13 ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ સુધી પોતાના ઘરની બહાર ત્રિરંગો લહેરાવીને ફોટો શાળાને મોકલવા કહ્યું હતું. આજના કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા આ પ્રસંગે રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતા શોર્ય ગીતો, નૃત્ય તથા ઝંડા ગીત રજૂ કરાયા હતા.


Share

Related posts

જંબુસર ઓએનજીસી એસેટ દ્વારા ડાભાની પ્રાથમિક શાળા ખાતે સુરક્ષા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના બાળકોને સુરક્ષાલક્ષી માહિતી અપાઇ હતી.

ProudOfGujarat

માંગરોળ : કાકરાપા૨–ગોળદા-વડ સિંચાઈ યોજના માટે રૂા.૨૦.૯૦ ક૨ોડની સ૨કા૨ની મંજુરી.

ProudOfGujarat

ઝઘડીયાના વાઘપુરા ગામની સીમના ખેતરના શેઢા નજીક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!