Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસના પ્રદેશ અગેવાનીની ઉપસ્થિતિમાં યોજાઈ મિટિંગ..!!

Share

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની જાહેરાત આગામી દિવસોમાં થઇ શકે છે, જેને અનુલક્ષી વિવિધ રાજકીય પક્ષો હવે સંગઠનને મજબૂત કરવા અને ગ્રાઉન્ડ લેવલ ઉપર પાર્ટીને લોકો વચ્ચે સારો પ્રતિભાવ મળી રહે તે માટેના પ્રયાસોમાં લાગી ગયા છે.

ભરૂચ જિલ્લાના વાગરા અને અંકલેશ્વર વિધાનસભા બેઠકના કોંગ્રેસના આગેવાનોની આજે પ્રદેશના નેતાઓની હાજરીમાં મહત્વની મિટિંગ મળી હતી, ભરૂચના રજપૂત છાત્રાલય ખાતે આજે વાગરા વિધાનસભા મત વિસ્તારના હોદ્દેદારો અને આગેવાનો સાથે ગુજરાત કોંગ્રેસ દક્ષિણ જોનના એ.આઈ.સી.સી. ના સહ પ્રભારી બી.એમ સંદીપજીની હાજરીમાં મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકરો સાથે આગામી વિધાનસભા ચૂંટણીને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે એ.આઈ.સી.સી ના સભ્ય સોનલ પટેલ, આકાશ ભાટિયા, પ્રદેશ મહા મંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા, યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ અંકલેશ્વર ખાતે પણ અંકલેશ્વર, હાંસોટ વિધાનસભા મત વિસ્તારના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોની એક મિટિંગ રમણ મુરજીની વાડી ખાતે રાખવામાં આવી હતી જેમાં પણ ઉપસ્થિત રહેલ કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણના કરવામા આવી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે જવાના માર્ગ ઉપર ગંદકી નું સામ્રાજ્ય

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે એક જ દિવસે બે ઇસમોના મૃતદેહો મળી આવતા પંથકમાં ચકચાર મચ્યો.

ProudOfGujarat

વડોદરા : વલણ હોસ્પિટલમાં નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!