Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથકે ફરજ બજાવતા ૯૩ પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરાઇ.

Share

ભરૂચ જિલ્લામાં પોલીસ વડા તરીકેનો હવાલો ડો. લીના પાટીલે સંભાળ્યા બાદથી પોલીસ બેડામાં સતત બદલીઓનું વાવઝોડું ફૂંકાઈ રહ્યું છે, જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓમાં વધુ ૯૩ જેટલા પોલીસ કર્મીઓનો સમાવેશ થયો છે. ભરૂચ શહેર એ ડીવીઝન સહિતના જિલ્લાના વિવિધ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૯૩ જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

ભરૂચનાં પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા તાત્કાલિક અસરથી આજે ૯૩ જેટલા પોલીસ કર્મીઓની જિલ્લાના એક પોલીસ સ્ટેશનથી અન્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા માટેની બદલી લિસ્ટ બહાર પડતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. મહત્ત્વની બાબત છે કે જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજવતા પોલીસ કર્મીઓને જે તે સ્થાનેથી અન્ય સ્થાને ફરજ પર તાત્કાલિક અસરથી બદલીઓ કરાઈ છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

વાંકલ સ્કૂલ-કોલેજ આસપાસ ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી રોમિયોગીરી કરનારા વિરુદ્ધ માંગરોળ પોલીસે કરી લાલ આંખ.

ProudOfGujarat

ભરૂચ ઘટકના વિવિધ સેજાઓમાં આંગણવાડી કાર્યકરો દ્વારા “શ્રીઅન્ન” વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ મથકના એએસઆઇ ૪૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!