Proud of Gujarat
GujaratFeaturedINDIA

તમને ખબર મમ્મી..? આજે અમારી સ્કૂલે એસ.પી મેડમ આવ્યા હતા…નાના ભુલકાઓ વચ્ચે ભરૂચના એસ.પી.ડો લીના પાટીલનો હળવો અંદાજ..!

Share

ભરૂચમાં જિલ્લા પોલીસ વડા તરીકેનો હવાલો સંભાળ્યાને ગણતરીના મહિનાઓ ડો.લીના પાટીલને થયા છે, ગુનેગારોમાં જ્યાં એક તરફ ડો.લીના પાટીલનો ખોફ છવાયો છે તો બીજી તરફ એસ.પી નો એવો સ્વભાવ પણ જોવ મળ્યો છે જે ખરેખર પ્રજાને પોલીસ મિત્ર હોવાનો અહેસાસ કરાવે છે. વાર તહેવારોમાં પ્રજાની વચ્ચે હાજર રહી પ્રજા સાથે એસ.પી ની ડાયરેકટ સરણતાથી ફેસ ટુ ફેસ વાત કરવાની ટેવ લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.

ભરૂચના એસ.પી ડો લીના પાટીલના એવા કેટલાય દ્રશ્યો સામે આવ્યા છે જેમાં તેઓ પ્લે સ્કૂલના બાળકોની વચ્ચે ગમ્મત કરતા અને તેઓની સાથે વાર્તાલાપ કરતા નજરે પડી રહ્યા છે. જ્યાં એક તરફ કલાસ રૂમમાં બાળકો સાથે બેસીને બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે તો બીજી તરફ રંગબેરંગી બલૂન સાથે બાળકોની વચ્ચે એસ.પી એ ઉપસ્થિત રહીને બાળકોને ભણતર અંગેના પ્રાણ ફૂંકયા હતા.

ભરૂચના જબુંસર બાયપાસ પાસે આવેલ આશાંયે પ્લે સ્કૂલમાં ભરૂચના એસપી લીના પાટીલે મુલાકાત લીધી હતી. ટીવી પર અથવા નામથી ઓળખતા બાળકોની વચ્ચે અચાનક એસ.પી ડો લીના પાટીલે મુલાકાત લેતા બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા, સાથે જ પોતાની શાળામાં આવેલ એસ.પી સાથે તસ્વીરો પડાવવાની તક બાળકોએ ઝડપી લીધી હતી અને સરળતાથી બાળકોએ એસ.પી સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

કસક ગરનાળા પાસે આવેલ દુકાનમાંથી IPL ની મેચ અંગે સટ્ટા રમાડતો ઇસમ ઝડપાયો.IPL મેચની સાથે ભરૂચમાં સટ્ટાની મોસમ…

ProudOfGujarat

આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડસની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 2,000 કરોડને પાર થઈ.

ProudOfGujarat

ઉમરપાડામાં આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!