Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દાંડીયા બજાર નર્મદા નદીના પટમાં વિદેશી શરાબનું વેચાણ કરતો બુટલેગર હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયો.

Share

ભરૂચ શહેરના એ ડીવીઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં બેફામ બનેલા બુટલેગરો સામે હવે પોલીસ વિભાગે લાલ આંખ કરી છે, દાંડીયા બજાર વિસ્તારમાં નર્મદા નદીના પટ વિસ્તારમાં ઝાડી ઝાંખરામાં સંતાડી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે પોલીસે એક બુટલેગરની ધરપકડ કરી છે.

ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે દાંડીયા બજાર સ્થિત સ્મશાન ઘાટ પાસે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરની પાછળના ભાગે ઝાડીઓમાં દરોડા પાડયા હતા જે દરમિયાન પોલીસના દરોડામાં ભારતીય બનાવટના વિદેશી શરાબની નાની-મોટી કુલ ૫૯૬ બોટલ જેની કિંમત રૂપિયા ૭૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે ચિરાગ ચેતનભાઈ વસાવા રહે,લોઢવાડનો ટેકરો દાંડીયા બજાર નાઓને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક : આ વર્ષે નર્મદા ડેમ 138.68 મીટર ભરાવાની શક્યતા નહીવત!

ProudOfGujarat

ભરૂચના બળેલી ખો વિસ્તારના શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિના પ્રચાર પ્રસાર માટેની થીમ પર ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના

ProudOfGujarat

ઇન્ટરનેટ જગતના બાદશાહે દુનિયાને અલવિદા કર્યુ, જાણો શું છે કારણ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!