Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદારને રૂ. 47,500 ની લાંચ લેતા ACB એ ઝડપી પાડયો.

Share

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર (તલાટી) એ કોન્ટ્રકટરના ₹8.65 લાખના પેમેન્ટનો ચેક આપવા વહીવટ પેટે માંગેલી રૂપિયા 47,500 ની લાંચ લેતા વડોદરા ફિલ્ડ ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો.

ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં RCC રોડ અને પેવર બ્લોકનું કામ કોન્ટ્રકટરે કર્યા બાદ પેમેન્ટનો ચેક આપવા વહીવટદારે માંગેલા વહીવટમાં આજે સમી સાંજે તે ACB ની ટ્રેપમાં ટ્રેપ થઈ ગયો હતો.

Advertisement

ફરિયાદી કોન્ટ્રાકટરને ઝાડેશ્વર ગ્રામ પંચાયત તરફથી આર.સી.સી. રોડ તથા પેવર બ્લોકનું કામ કરવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જે કામો તેઓએ પુરા કરી દીધા હતા. તમામ કામોના બીલના કુલ ₹8.65 લાખ કોન્ટ્રકટરને લેવાના થતા હતા .

નાણાંના ચેક આપવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર વર્ગ 3 તલાટી રાજેન ગોરધનભાઇ પટેલે ફરિયાદી કોન્ટ્રકટર પાસે બીલની રકમના 5.5 % લેખે ₹47,500 લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી વહીવટદારને આપવા માંગતા ન હોય, પોતાની ફરીયાદ ACB ને જાહેર કરી હતી.

વડોદરા ACB ફીલ્ડ PI એમ.કે. સ્વામી અને સ્ટાફે મંગળવારે સાંજે છટકું ગોઠવું હતું. વડોદરાના મદદનીશ નિયામક પી.એચ. ભેસાણીયાના સુપર વિઝનમાં ગોઠવાયેલા છટકામાં કોન્ટ્રકટરને વહીવદારે ઝાડેશ્વર ગ્રામ પંચાયત બોલાવ્યો હતો. જ્યાં પંચાયત બહાર રોડ ઉપર જ કોન્ટ્રેક્ટરની કારમાં ₹47,500 ની લાંચ લેતા વહીવટદાર રાજેન પટેલ ACB ના હાથે ઝડપાઇ ગયો હતો. ACB લાંચિયા વહીવટદારની ધરપકડ કરી પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ અને ગેરવર્તણુક કરી ગુન્હો કરવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

અંકલેશ્વરની બેઈલ કંપનીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ.

ProudOfGujarat

સુરત : બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે વરાછાના ઉદ્યોગપતિ મહેશ સવાણીના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અનલૉક વચ્ચે પણ પ્રવાસીઓ આવતા પોલીસે પાછા મોકલ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!