Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મનુબર ચોકડી વિસ્તારમાં ખાનગી લકઝરી બસના ચાલકે બાળકને અડફેટે લઇ ઇજાગ્રસ્ત કરતા સારવાર અર્થે ખસેડાયો.

Share

ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરી હાઇવે વિસ્તારમાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેવી સ્થિતિનું સર્જન સતત સામે આવી રહ્યું છે. ભરૂચથી દહેજ માર્ગ પર આવેલ કેટલાય વિસ્તારો અકસ્માત જોન બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા મઢુલી સર્કલ વિસ્તારમાં લકઝરી બસની અડફેટે એક બાળકીએ જીવ ગુમાવ્યો હતો, તેમજ અનેક લોકો અત્યાર સુધી નાના મોટા અકસ્માતમાં ઘાયલ થયા છે.

ત્યારે વધુ એક અકસ્માતની ઘટના આજે સવારે સર્જાઇ હતી. ભરૂચ દહેજને જોડતાં માર્ગ પર મનુબર ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાનગી લકઝરી બસના ચાલકે રોડ ક્રોસ કરતા 5 વર્ષીય બાળકને ટક્કર મારી અડફેટે લીધો હતો જેમાં બાળકને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઉપસ્થિત આસપાસના લોકોએ બાળકને રીક્ષાની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવાની નોબત આવી હતી.

મનુબર ચોકડી વિસ્તારમાં સર્જાયેલ અકસ્માતની ઘટના બાદ ભરૂચ-દહેજ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિનું સર્જન થયું હતું,મહત્વની બાબત છે કે દહેજ માર્ગ પર મસમોટા ખાડા અને ખરાબ રસ્તાના કારણે જે તે વિસ્તારમાં દોડતા વાહનોની ગતિ ધીમી પડતી હોય છે અને ત્યારબાદ આવતા સારા રસ્તાઓ ઉપર સમયની બચત કરવા માટે ભારદાર વાહનના ચાલકો પૂરપાટ રીતે દોડતા નજરે પડતા હોય છે જેને પગલે ભરૂચની જે તે ચોકડીઓ ઉપર અકસ્માતના પ્રમાણમાં વધારો થતો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો : 99252 22744


Share

Related posts

ગોધરા તાલુકાની પ્રથમ કારોબારી બેઠક મળી હતી.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વરમાં ઠેરઠેર જગ્યા ઉપર ગણેશ ચતુર્થીની તૈયારીઓનો દોર શરૂ,

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે ભક્તો નર્મદા સ્નાન કરવા માટે ઉમટયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!