Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : પોષણ માસ અંર્તગત પાંચમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૨ નિમિત્તે કાકા-બા હોસ્પિટલમાં પોષણ મેળાનું આયોજન કરાયું.

Share

ભરૂચ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પોષણ માહની ઉજવણી થઈ રહી છે, આ પોષણ માસ અંર્તગત પાંચમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૨ નિમિત્તે કાકા-બા હોસ્પિટલમાં પોષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજિસ ઇન્સ્ટિટ્યૂટ (GHSi) અને કાકા-બા હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેઓ આરોગ્યને મજબૂત કરવા અને હાંસોટ તાલુકામાં પોષણનું સ્તર સુધરે તે માટે સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. પોષણ મેળાનું ઉદ્ઘાટન સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) ના જીલ્લા પ્રોગ્રામ ઓફિસર, કોમલ ઠાકોર અને તાલુકા વિકાસ અધિકારી ડો. અલ્પના નાયર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

પ્રોજેક્ટ SAAHAS – આરોગ્ય સેવાઓની જાગૃતિને મજબૂત બનાવવી – આરોગ્ય, શિક્ષણ અને સંકલિત બાળ વિકાસ સેવાઓના વિભાગો સાથે, મુખ્ય આરોગ્ય યોજનાઓને ફરીથી સક્રિય કરવા, તમામ બાળકો અને કિશોરોને આરોગ્ય અને પોષણ સેવાઓની તક મળે તેની ખાતરી કરવા માટે કામ કરી રહ્યું છે.

સંકલિત બાળ વિકાસના પ્રોગ્રામ ઓફિસર કોમલ ઠાકોરે વક્તવ્ય કરતાં કહ્યું હતું કે, આરોગ્ય અને શિક્ષણ એકબીજા સાથે જોડાયેલા છે અને આપણે આપણા બાળકોના જ્ઞાનાત્મક વિકાસ માટે તંદુરસ્ત વ્યવહાર અને સ્વચ્છતા અપનાવવી જોઈએ તેમજ વાત ને આગળ જણાવ્યું હતું કે, તમામ માતાઓને બાળકોને જંક ફૂડ જેમ કે ચિપ્સ, ઠંડા પીણા અને પિઝા ખવડાવવાનું ટાળવા અપીલ કરી હતી. “તેના બદલે, તેઓએ તેમના બાળકોને તેમના સ્વાસ્થ્ય અને પોષણની સ્થિતિ સુધારવા માટે તંદુરસ્ત ખોરાક અને ફળો ખાવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બાળકોના ભવિષ્યને ઉજવલ બનાવવા આંગણવાડી ખાતે બાળકો ને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહું છે, જેને યોગ્ય રીતે અમલ બાળકોના વાલીઓ નિપુણતાથી કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

તાલુકા વિકાસ અધિકારીશ્રી ડૉ. અલ્પના નાયર એ જણાવ્યું હતું કે, કોઈ પણ લક્ષ્યાંકને પોહચવા માટે દરેક વ્યક્તનો સાથ સહકાર આવશ્યક છે. તેમજ ભવિષ્યના નાગરિકોના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવા માટે સરકાર અને પ્રોજેક્ટ સાહસ સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમજ આંગણવાડી ખાતે મળતા ટેક-હોમ રાશનમાં પોષણયુકત તત્વો સમાવેશ છે, જે બાળકો ના પોષણમાં વધારો કરી શકે છે જેનો યોગ્ય ઉપયોગ વાલીઓ દ્વારા થાય તેવી આશા સાથે પૂર્ણતા કરી હતી. ટ્રસ્ટી ઈન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ ચેરીટેબલ ટ્રસ્ટના ડો. ભરત ચાંપાનેરીયા જણાવ્યું હતું કે, “કોઈ પણ ક્ષેત્રમાં ફેરફારો કરવા માટે સહયોગ, સંકલન, સંચાર અને સર્જનાત્મકતા મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.

Advertisement

પોષણ મેળાનું ઉદ્ઘાટન સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) નાજીલ્લા પ્રોગ્રામ ઓફિસર, કોમલ ઠાકોર અને તાલુકા વિકાસ અધિકારી ડો. અલ્પના નાયર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગે બાળ વિકાસ અધિકારી રિંકલ દેસાઇ અને ટ્રસ્ટી ઈન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ ચેરીટેબલ ટ્રસ્ટના ડો. ભરત ચાંપાનેરીયા તેમજ GHSi ના સિનિયર ડાઇરેક્ટર અનુજ ઘોષ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત આંગણવાડી વર્કરો, અને મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.


Share

Related posts

મોટામિયા માંગરોલ ખાતે મોટા બોબાત સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે સુપર ફાસ્ટ બોલર શોધવાનો એક દિવસનો રફતાર કી ખોજ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાબણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડા દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન વિભાગ દ્વારા ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

ProudOfGujarat

દેશને વધુ એક વજ્ર ટેન્કની ભેટ આજે દેશનાં રક્ષામંત્રી રાજનાથસિંઘ ફલેગ ઓફથી રાષ્ટ્રને સમર્પિત કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!