Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવરાત્રી ઉત્સવ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો યુવાધનમાં થનગણાટ જોવા મળી રહ્યો છે ત્યારે બાળકોમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌ પ્રથમ માતાજીની આરતી, થાળ કરી પ્રસાદની વહેંચણી કરી હતી. નાના ભૂલકાંઓ માતાજીના ગરબાની સાથે ટીમલી, રેલગાડી, સનેડો મન મૂકીને ઘુમ્યા હતા. બાળકીઓ ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને આવ્યા હતા. શાળાના આચાર્યા પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ, નિતેશકુમાર ટંડેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એસ.એમ.સી પરિવાર અને ગામના યુવાનો તેમજ ગામના સરપંચ નવનીતભાઈ પટેલ ઉપસ્થિત રહી નવરાત્રી ઉત્સવમાં સહભાગી બન્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચની દુર્વા મોદીએ કરેલા કામને લઈ ખુદ CM બોલી ઉઠયા વાહ ભાઈ !

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો વિસ્તારોમાં 144 મી કલમ લાગુ કરતો જાહેર હુકમ.

ProudOfGujarat

ઝઘડિયાના રઝલવાડા નજીક મોટરસાયકલ સ્લિપ થતાં ઇજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!