Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ખાતે દીની સંસ્થા મદ્રસા એ અલવીયુલ હુસૈનિ મા અર્ધ વાર્ષિક કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ દીની ઇસ્લામી સંસ્થા મદ્રસા એ અલવીયુલ હુસૈનિમા આજરોજ અર્ધ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થામા અભ્યાસ કરતા તાલીમાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજુ કરાયા હતા. જેમાં નાના ભૂલકાઓ સહિત સંસ્થાના તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આ સંસ્થાના બે તાલીમાર્થીઓ સાહિલ ઇબ્રાહિમ ભાલોડવાળા અને મોઇન ઇસ્માઇલ આતિવાળા હાફિઝ કુરાન થતા તેમને નબીપુર જુમ્મા મસ્જિદના ઇમામ ગુલામ રસુલ કારટવીના વરદ હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના બાળકો દ્વારા વિવિધ ધાર્મિક પ્રોગ્રામો કરતા તેઓને હાજર મેડનીમાંથી પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા. અંતમાં સંસ્થાના પ્રમુખે આભાર પ્રવચનમાં કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મદ્રસા કમિટીના તમામ સભ્યો અને ગામના ઉત્સાહી વડીલો અને નવયુવાનો પણ હાજર રહયા હતા.

Advertisement

Share

Related posts

ઓનલાઈન વેચાણથી નફો કમાવવાની લાલચ આપી છેતરનાર ટોળકીના ૪ સાગરિત ઝબ્બે

ProudOfGujarat

ગ્રામ પંચાયતની ચૂંટણીના અનુસંધાને આદર્શ આચારસંહિતા લાગુ પડતા નર્મદા જિલ્લામાં “સેવા સેતૂ” ના કાર્યક્રમો મોકુફ રખાયા.

ProudOfGujarat

આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીની બસની ટક્કરે પુત્રનું મોત: પિતા ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!