Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કરુણા એમ્બ્યુલન્સનાં 5 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના સિટી એરિયા માટેની આરોગ્ય સંજીવની જડિબુટ્ટી એટલે GVK EMRI ની કરુણા એમ્બ્યુલન્સ 1962. આ સેવાને આજરોજ આખા ગુજરાતમાં 5 વર્ષ પૂર્ણ થયાં, અને આ 5 વર્ષમાં અબોલ અને બિનવરસી અને નિરાધાર પશુઓની નિઃશુલ્ક સારવાર કરી 9576 પશુ અને પક્ષીઓના અમૂલ્ય જીવ બચવામાં આવ્યા. તો આ નિમિતે ભરૂચ પશુ દવાખાને કરુણા એમ્બ્યુલન્સના વેટરનરી ડૉ. નીરવ પટેલ તથા પાયલોટ કલ્પેશ પટેલ અને પ્રોગ્રામ મેનેજર ડો. રવિ રીંકે સાહેબ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી તથા 108 ના સુપરવાઇઝર ઈરફાન દિવાન તથા 108 સ્ટાફ અને તાલુકાના ગવર્મેન્ટ ડૉ. સાથે રહીને 5 વર્ષ પુરા થયાની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

આ 5 વર્ષ દરમિયાન ભરૂચના સિટી વિસ્તારોમાં એનિમલ દીઠ (1) કુતરા-7417 (2) ગાય-1003 (3) બિલાડી-444 (4) કબૂતર-361 (5) મોર-02 અને અન્ય પશુ અને પક્ષીઓની સેવા કરી હતી. આ 5 વર્ષ દરમિયાન ભરૂચના સિટી વિસ્તારોમાં રોગ દીઠ (1) એકસિડેન્ટ-1481 (2) ઘવાયેલ-1498 (3) ડોગ બાઈટ-533 (4) ડરમિટાઇસ-429 (5) લેમનેસ્-253 (6) ફેક્ચર-555. આ પ્રમાણે ઘણા કેસોમાં અબુલા પશુનો જીવ બચાવવામાં હર હંમેશ કાર્ય કરતી રહેશે.

Advertisement

Share

Related posts

બાંગ્લાદેશ : છ માળની નૂડલ્સ ફેક્ટરીમાં આગ લાગતાં 52 લોકોનાં મોત, જીવ બચાવવા લોકો કૂદી પડયા.

ProudOfGujarat

માંગરોળ : તલાટીઓના પડતર પ્રશ્નોનું સરકારે નિરાકરણ નહીં કરતા સમગ્ર જિલ્લાના તલાટીઓ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!