Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શ્રવણ ચોકડી નજીક બેફામ દોડતી સીટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો, શાકભાજીની લારીમાં બસ ઘુસી જતા દોડધામ.

Share

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આજે સવારે અકસ્માતની ઘટના સર્જઇ હતી. આ અકસ્માતમાં સીટી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા નજીકમાં રહેલ શાકભાજીની લારી ધારકને અડફેટમાં લીધો હતો. અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા જામ્યા હતા, જે બાદ બસનો ચાલક નશાની હાલતમાં હોવાની બૂમ ઉઠતા ઉપસ્થિત લોકો અને ચાલક વચ્ચે થોડા સમય માટે ચકમક પણ સર્જાઈ હતી.

અચાનક બનેલ ઘટનાના પગલે એક સમયે ઉપસ્થિત લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા, જોકે ઘટના બાદ લોક ટોળા જામતા થોડા સમય માટે ટ્રાફિક જામની પણ સ્થિતિનું સર્જન થયું હતું, મામલે ઉપસ્થિત લોકોએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડયો હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે સમગ્ર ઘટના ક્રમમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રવણ ચોકડી આસપાસના વિસ્તારમાં છેલ્લા એક બે માસ દરમિયાન લકઝરી બસો દ્વારા થઇ રહેલા અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, તેવામાં આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ બાદ જે તે સ્થળે સ્પીડ બ્રેકર તંત્ર દ્વારા મુકવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદન આપ્યું.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા નજીક આર.પી.એલ.કંપનીનાં વાઇસ પ્રેસિડેન્ટનાં મકાનમાં ચોરી…

ProudOfGujarat

વડોદરા : ગુજરાત ATS એ ગેરકાયદે VoIP એક્સચેન્જથી ચાલતા ઇન્ટરનેશનલ કોલ રૂટીંગનો પર્દાફાશ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!