Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઇ.

Share

ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે આજે વર્ષ ૨૦૨૨ ની છેલ્લી સામાન્ય સભા મળી હતી. પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની અધ્યક્ષતામાં મળેલ આ સામાન્ય સભામાં વહીવટી શાખા, એકાઉન્ટ શાખા, મહેકમ શાખા, મેલેરિયા શાખા, પ.વ.ડી શાખા તેમજ સીટી એન્જી.શાખા અને વૉટર વર્ક્સ શાખા મળી આમ વિવિધ શાખા ઓને લગતા કામોને મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા.

સવારે ૧૧ કલાકે શરૂ થયેલ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના મોટાભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષના સભ્યોએ શહેરના વોર્ડને લગતી તેમજ પાલિકાને લગતા વિવિધ મુદ્દે એક સમયે સત્તા પક્ષના નેતાઓ સાથે ચકમક સર્જાઈ હતી. ભરૂચ નગરપાલિકાની આ વર્ષની છેલ્લી સામાન્ય સભા હોય પક્ષ વિપક્ષના સભ્યો એકબીજા ઉપર શબ્દો આક્રમણ કરતા નજરે પડ્યા હતા.

આ સામાન્ય સભામાં દિવાળી નિમિત્તે આપવામાં આવેલ જાહેર ખબરોના ખર્ચ મંજુર કરવા, કારોબારીમાં થયેલ ઠરાવ અંગેનો હિસાબ મંજુર કરવા, રોજદાર, ફિક્સ પગારદાર કર્મચારીઓને મેડિકલ વિમો બાબત સહિત પાલિકાને લગતા મશીનો રીપેરીંગ કરવા તેમજ જે તે એજન્સીઓને આપવામાં આવતા ભંડોર મંજુર કરવા જેવી કુલ ૨૪ જેટલી બાબતો સભામાં મંજૂરી અર્થે મુકવામાં આવી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

તળાજા પોલિસ ને પેટ્રોલીગ દરમિયાન મળેલી બાતમી ના આધારે જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં માત્ર 6 સેમી ચીરો મૂકી હૃદય વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી

ProudOfGujarat

ભરૂચ લોકસભાનો જંગ- રાહુલ ગાંધી ની ભરૂચ જિલ્લા માં એન્ટ્રી, ભારત જોડો ન્યાય યાત્રા થકી રાહુલ નેત્રંગ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!