Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દાંડિયા બજાર લોઢવાડના ટેકરા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો.

Share

૩૧ ડિસેમ્બર પહેલા ભરૂચ પોલીસ સતર્ક બની છે, જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો સામે સતત પોલીસ વિભાગે લાલઆંખ કરી છે. જિલ્લામાં વિવિધ સ્થળે દરોડાઓમાં લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપાઇ રહ્યો છે, તેવામાં ભરૂચ એ ડિવિઝન પોલીસે પણ લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને મળેલ બાતમીના આધારે દાંડીયાબજાર વિસ્તારમાં આવેલ લોઢવાડના ટેકરા વિસ્તારમાં દરોડા પાડયા હતા, જે દરમિયાન પોલીસે વિદેશી શરાબની નાની-મોટી બોટલો અને બિયરના ટીન મળી ૬૭૦ નંગ બોટલો ઝડપી પાડી હતી તેમજ મામલે બુટલેગર રાહુલ કિશોર કાયસ્થ રહે. દાંડિયા બજાર નાને ઝડપી પાડ્યો હતો, અને અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

એ ડિવિઝન એક ફોર વ્હીલ કાર, મોબાઈલ ફોન સહિત શરાબનો જથ્થો મળી કુલ ૬,૭૮,૫૧૦ નો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા બુટલેગરોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

નડિયાદ : શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રનો ત્રિ દિવસીય આતમ સુખ દશાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

હું એક એવી શ્રેણી બનાવવા માંગતો હતો જે આકર્ષક અને મનમોહક હોય – મેં મંડલા મર્ડર્સ સાથે આ જ કરવાનો પ્રયાસ કર્યો!’: ગોપી પુથ્રન

ProudOfGujarat

અંકલેશ્વરમાં મહિલા ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!