Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના મૌઝા ગામ ખાતે મકાનની ઉપરના ભાગે બનાવેલ ચોરખાનામાંથી હજારોની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગર તત્વો સામે પોલીસ વિભાગ એ તવાઈ બોલાવી છે, જિલ્લામાં છેલ્લા બે માસમાં અનેક સ્થળે પોલીસ વિભાગે દરોડા પાડી લાખોની માત્રાનો શરાબનો જથ્થો ઝડપી પાડી અનેક બુટલેગરોને જેલના સળિયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એક બુટલેગર પોલીસના સંકજામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામ ખાતે નેત્રંગ પોલીસના કર્મીઓએ એક મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં મકાનના ઉપરના ભાગે સિમેન્ટની દીવાલ ઉભું કરી બનાવેલ ચોરખાનામાંથી હજારોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડયો છે.

Advertisement

નેત્રંગ પોલીસે મૌઝા ગામ ખાતે રહેતા બુટલેગર સંજય જગુભાઈ વસાવાની ધરપકડ કરી તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી શરાબ તેમજ બિયરના ટીન મળી કુલ 298 નંગ બોટલ મળી 29800 નો મુદ્દા્માલ નો કબ્જો મેળવી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

ભરૂચમાં પ્રાથમિક શાળાને તાળા, 85થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર અસર

ProudOfGujarat

વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે SBI નું ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

અંકલેશ્વર : સસ્તા દારૂ મહેગાં તેલ ભાજપ તેરા યહી ખેલનાં સૂત્ર સાથે કોંગી કાર્યકારોનું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!