Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન ખાતે બે દિવસીય વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઇ.

Share

આ અવસરે શાળાના બાળકો દ્વારા Beauty of Indian Culture અને Navras the Beauty of Emotions ની થીમ સાથે વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અવસરે સંસ્કાર ભારતી ટ્રસ્ટ પ્રમુખ ઉપેન્દ્ર રુંગટા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડૉ. આકાંક્ષા જાલંધરા, રમતવીર મનીષા વાળા અને સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જુગલ કિશોર રુઈયા વિશેષ ઉપસ્થિત રહયા હતા.

પ્રાઈમરીના વિદ્યાર્થીઓએ Navras the Beauty of Emotions ની થીમને અમૂલ્ય રીતે વર્ણવી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા નવરસના ઉમંગથી સમૃદ્ધ બનીને પ્રેક્ષકો માટે આનંદદાયક બની હતી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા અને સ્ટાફ સભ્યોની સમર્પિત સેવા દર્શાવતો સન્માન સમારોહ પ્રશંસાને પાત્ર રહ્યો હતો.

આ અવસરે ભૂતપૂર્વ વિદ્યાર્થી રાહુલ ઉપાધ્યાય અતિથિ વિશેષ રહ્યા હતા. આ કાર્યક્રમમાં જે.કે.રૂઈયા ટ્રસ્ટી સંસ્કાર ભારતી ટ્રસ્ટ, નિકી એચ મહેતા ટ્રસ્ટી જે.બી.મોદી વિદ્યાલય, શર્મિલા દાસ પ્રિન્સિપાલ અને એડમિનિસ્ટ્રેટર શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન, ટી કે દાસ, મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી વીકે મોદી એન્ટરપ્રાઈઝ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.જાસ્મીન મોદી એડમિનિસ્ટ્રેટર રાધા બાલ વાટિકા , કુલવંત મારવાલ એડમિનિસ્ટ્રેટર રૂંગટા વિદ્યા ભવન, ફાલ્ગુની નાયક પ્રિન્સિપાલ જે બી મોદી વિદ્યાલય અને પ્રશાંત રૂઈયા એ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોની પ્રોત્સાહિત કર્યા હતા.

રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન દ્વારા ધોરણ 10 અને 12મા જિલ્લાના ટોપર્સ અને શ્રેષ્ઠ વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફને તેમની 10, 20 અને 25 વર્ષની સમર્પિત સેવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે પ્રિન્સિપાલે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો જેમાં શાળાના શૈક્ષણિક અને સહ શૈક્ષણિક ક્ષેત્રોમાંના લક્ષ્યોને પ્રકાશિત કરવામાં આવ્યા હતા.ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે રૂપિયા 22,000 એકત્ર કરવા બદલ મુખ્ય મહેમાન મનીષા વાળા દ્વારા ધોરણ 3 ની વિદ્યાર્થીની દુર્વા મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

વિદ્યાર્થીઓએ સુંદર અને જીવંત ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક આપીને તેમના રંગીન પ્રદર્શનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્ય મહેમાન મનીષા વાળાએ તેમના વક્તવ્યમાં અભ્યાસ ઉપરાંત રમત ગમતની પ્રવૃત્તિઓમાં પણ રુચિ વધારવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ગેસ્ટ ઓફ ઓનર ડો. આકાંક્ષા જાલંધરાએ વિદ્યાર્થીઓ સાથે તેમનો સફળતાનો મંત્ર શેર કર્યો હતો. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું હતું


Share

Related posts

વડોદરામાં વૃદ્ધને ગાયે ભેટી મારતા થાપામા ફેક્ચર : પશુ માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો.

ProudOfGujarat

ગોધરા નગર તથા તાલુકાની સંયુક્ત પરિચય બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં દુમાલપોર ગામ ખાતે યુવકની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!