Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નગર સહિત પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં ઉનાળાના આગમન ટાણે અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. રવિવારે મોડી રાત્રે નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોની ફોજ આકાશમાં ચડી આવી હતી. જોતજોતામાં વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું. પવન જોરદાર સુસુવાટા સાથે જ સમગ્ર નગરનો વીજ પુરવઠો બંધ થઈ જવા પામ્યો હતો. લગભગ અડધો કલાક સુધી વરસાદ વરસ્યો હતો.

હાલ ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો હોય ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ફાગણ માસમાં જાણે કે અષાઢી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ વિમાસણમાં મુકાઇ ગયા છે. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. વરસાદને પગલે નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા.વરસાદની સાથે બરફના કરા પણ પડયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ સાયન્સ કોલેજમાં પ્રાણીશાસ્ત્ર વિષય પર સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર થયેલ અકસ્માતને લઈને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સ્થળપ્રદ મુલાકાત લીધી

ProudOfGujarat

ભરૂચના કલેક્ટર કચેરી સામે આવેલ ઝેરોક્ષ સેંટર નજીક મોટર સાઇકલ ની ડિકી ડુપ્લીકેટ ચાવી વડે ખોલી રૂ ૧૫૦૦૦૦ ની ચોરી થઇ હોવાનો બનાવ બન્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!