Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે કદ્ર પર્વની ઉજવણી કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પવિત્ર પર્વ શબે કદ્રની મુસ્લિમ સમાજના લોકો દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી. હાલ મુસ્લિમ સમાજનો અતિ મહત્વપૂર્ણ પવિત્ર રમઝાન માસ તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આ પવિત્ર રમઝાન માસમાં એક રાત્રિ કે હજારો રાત્રિથી ઉત્તમ ગણાય છે તે રાત્રિ જે શબે કદ્રના નામથી પ્રચલિત છે. તે રાત્રિ વિશેષ મહત્વ ધરાવતી રાત્રિ છે.

શબે કદ્ર પર્વ પ્રસંગે પાલેજ નગરની મક્કા મસ્જિદ સહિત વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદો તથા દરગાહોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી. દરેક મસ્જિદોમાં તરાવિહની નમાઝ બાદ વિશેષ નવાફિલ નમાઝો અદા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામા મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. નગરની વિવિધ મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા અને મોડી રાત્રી સુધી મસ્જિદોમાં રોકાઈને ઇબાદત કરી હતી.

Advertisement

શબે કદ્ર પર્વ પ્રસંગે આ ફાની દુનિયાને અલવિદા કરી જતા રહેલા સ્વજનોની મર્હુમોની કબરોની જિયારત કરી ફૂલ અર્પણ કરી ખીરાજે અકીદત પેશ કરી હતી. પાલેજ નગરની મક્કા મસ્જિદમાં યાસીન શરીફ તેમજ જિક્ર શરીફનો વિશેષ કાર્યક્રમ કમિટી દ્વારા આયોજિત કરાયો હતો. મક્કા મસ્જિદના ખતિબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફી સાહેબ દ્વારા વિશ્વમાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. પાલેજ પંથકના સાંસરોદ, હલદરવા, વરેડિયા, સેગવા, માંચ, ઝંગાર, વલણ, માંકણ, મેસરાડ, કંબોલી તેમજ ટંકારીયા વગેરે ગામોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા શબે કદ્ર પર્વની શાનદાર ઉજવણી કરાઇ હતી.

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

આણંદના ભાદરણ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : 108 ઈમરજન્સી સેવા એ એમ્બ્યુલસમાં જ સફળ પ્રસુતી કરાવી

ProudOfGujarat

વડોદરા : વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો દબંગગીરી કરતો વીડિયો થયો વાયરલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!