Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ યોજાઈ

Share

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ જે એસ દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી. આ મીટીંગમાં અગાઉની મીટીંગમાં પીસી-પીએનડીટી એક્ટ હેઠળ રીન્યુઅલ હોસ્પિટલનું નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં તાલુકા હેલ્થ ઓફિસરને આપવામાં આવતા ઈન્સ્પેકશન ઓર્ડર મુજબ માર્ચ ૨૦૨૩ માં કુલ-૫૨ ( બાવન) હોસ્પીટલના ઈન્સ્પેકશન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ટેકો પ્લસ મુજબ જન્મ જાતિ પ્રમાણદરની પણ કમિટિ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીએનડીટી અમલીકરણ ઘનિષ્ઠ બનાવવા માટે કમિટીના સભ્યોએ ચર્ચા કરી હતી. આ મીટીંગમાં કમીટીના ચેરપર્સન વાસંતીબેન દિવાનજી તથા કમીટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલમાં જ્ઞાન સંપ્રદાય દ્વારા પરમહંસ સુખાનંદજી મહારાજના 75 માં નિર્વાણ દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ ભરૂચ ધ્વારા વિવિધ થીમ આધારિત થતાં ગરબા ખેલૈયાઓએ હેલમેટ તથા પ્લાસ્ટિકમુક્ત ભારતના સંદેશા સાથે ગરબે ઘુમ્યા.

ProudOfGujarat

કચ્છ-ભચાઉ સબજેલ માંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલ ની દીવાલ કુદીને ફરાર-અનેક ચોરીમાં સંડોવાયેલ છે આરોપી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!