Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ‘ જી – ૨૦ સમિટ જનભાગીદારી ‘ હેઠળ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા

Share

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન, ભરૂચ દ્વારા ભરૂચ સીટીઝન કાઉન્સિલના સાનિધ્યમાં રેવા અરણ્ય ખાતે નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાંધલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

જેમાં જે.એસ.એસ અને સીટીઝન કાઉન્સિલના સભ્યો, આગેવાનો તેમજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા.

અન્ય કાર્યક્રમમાં શ્રી કે. જે.પોલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં આચાર્ય એસ.એમ.મિસ્ત્રી તથા એન.એસ.એસ. ઓફિસર ધવલ એમ યાદવ, જે.એસ.એસ ના નિયામક ઝૈનુલ સૈયદ, સ્ટાફ સભ્યો તેમજ વિદ્યાર્થી ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિલ્ડ અને લાઈવલીહુડ કો-ઓર્ડીનેટર ક્રિષ્નાબેન કઠોલીયા એ કર્યું હતું.

Advertisement

Share

Related posts

વંદે ભારત એક્સપ્રેસ વાપીથી પસાર થતી વેળા 1 ઇસમ ટ્રેન સામે કૂદી પડયો.

ProudOfGujarat

ભરૂચ-વાલિયા તાલુકાના મૌઝામાં કુરિયર કંપનીના કર્મચારીને લૂંટવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયાં..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!