Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

આગામી હિંદુ સંપ્રદાયના પવિત્ર રથયાત્રા પર્વ તેમજ મુસ્લિમ સંપ્રદાયના ઈદુલ અઝહા પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઇની અધ્યક્ષતામાં નગરના આગેવાનો સાથે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં આગામી હિંદુ – મુસ્લિમ સંપ્રદાયના પવિત્ર રથયાત્રા તેમજ પવિત્ર ઈદુલ અઝહા પર્વ શાંતિ અને ભાઇચારાના માહોલમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. પર્વ દરમિયાન કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરવા તેમજ જરૂર પડે પોલીસનો સંપર્ક કરવા કરવા વિશેષ અપીલ કરી હતી.

પોલીસ ઇન્સ્પેકટર શિલ્પા બેન દેસાઈએ પવિત્ર રથયાત્રા તેમજ પવિત્ર ઈદુલ અઝહા પર્વ કોમી એકતાની ભાવના સાથે તથા સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. નગરના આગેવાનો દ્વારા આગામી પવિત્ર પર્વોની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર શિલ્પા બેન દેસાઈને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્ય મલંગખાં પઠાણ, હાજી ઝફુરખાં પઠાણ, મુસ્તુફાભાઈ લાંગીયા, સોહેલ પઠાણ સહિત નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાના ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતના ચોપડી ગામે આકાશી વીજળી પડતા 2 પશુના મોત નિપજ્યા.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં કામ કરતા પરપ્રાંતિય યુવકનું ટેન્કરની અડફેટે કરુણ મોત.

ProudOfGujarat

વિરમગામમાં સૃષ્ટીના સર્જનહાર ભગવાન વિશ્વકર્માના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!